________________
શનિ અનિતા તે પરિહા સેવા ધર્મ સુજાણ; દશે શ્રાવક જિમ સર્વદા પામે અમર વિમાન. અરથ એ સાતે વારના કહ્યા અતિ સુખકાર; મુનિ ધર્મવિજ્ય રંગે કરી–રાધનપુર મેઝાર. ૧૦.
આદીશ્વર સ્તવન
દેશ મનહર માલ-એ દેશી આદીશ્વર અવધારીએ અરજ હમારી એક લલનાં; સુપુરિસ સાહિબજી તણું દરિસ દીઠાં સુવિવેક લલનાં.
આદીસર અવધારીએ-આંકણી રાધનપુર રળિયામણું નગર શ્રીમત અપાર લલનાં; સાધર્મિક સવિસુંદરુ અતિશય પ્રભુ ભક્તિકાર લલનાં. આ૦ ૨ દેહ નગરમાં સોભતો રૂષભદેવ પ્રાસાદ લલન; જે દેખી ચિત્ત ઉલસે હૃદયમાં ઉપજે આલ્હાદ લલન. આ૦ ૩ દેહ દેહિરામાં શોભતા આદીશ્વર અરિહંત લલનાં; નવપલ્લવ નિરૂપમ સહી શાંતિનાથ ભગવંત લલનાં. આ૦ ૪ સંવત્ સત્તર બહેત્તરે દિ દશમી વૈશાખ લલન; આદીશ્વરજી પધારીયા મૂલ દેહ રે સુભ ભાખ લલનાં. આ૦ ૫ તખતે બેઠે સાહીબે માઠે લાગે માય લલનાં; દૂધ મહીં સાકર ભલી અધિકી મીઠાઈ હોય લલનાં. આ૦ ૬ મસ્તક મુગટ સેહામણે કાને કુંડલ હેય લલનાં; શોભે પ્રભુજીને બેરખા તે મનડું હરી લીયે સેય લલનાં. આ૦ ૭ રાધનપુરના સાહિબા સુણે સેવક અદાસ લલનાં; ઘણા દિવસને અલજથે આજ આવ્યા પ્રભુ પાસ લલનાં. આ૦ ૮
"Aho Shrut Gyanam"