________________
[ ૧૮ ] संवत् १५१४ वर्षे प्राग्वाट सा. वीरा पुत्र सा. लींबा भार्या तेजू पुत्र सा. जीवाकेन स्वश्रेयसे श्रीधर्मनाथबिबं कारितं प्रतिष्टि(ठोतं तपा श्रीसोमसुंदरसूरिशिष्यश्रीरत्नशेखरसूरिभिः ।।
સં. ૧૫૧૪ના વર્ષમાં પ્રાગ્વાટવંશીય શા. વીરા, તેમના પુત્ર શા. લીંબા, તેમની ભાય તેજ, તેમના પુત્ર શા. જીવાએ પિતાના કલ્યાણ માટે શ્રીધર્મનાથ ભગવાનનું બિંબ કરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીમસુંદસૂરિના શિષ્ય શ્રીરતનશેખરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૮ ] संवत् १५१५ वर्षे माघ शु. १ शुक्रे श्रीश्रीमालज्ञातीय सं. देवाई भार्या सुहागदे तत्पुत्र नरसी भार्या वइजू तत्पुत्र सं. लाडणेन मातुः श्रेयसे स्वश्रेयोर्थ श्रीवासुपूज्यबिंब कारितं प्रतिष्टि(ष्ठिीत श्रीमलधारिगच्छीय श्रीगुणसुंदरसूरिभिः पत्तनवास्तव्य ।। श्रीः ।
સં. ૧૫૧૫ના માહ સુદિ ૧ ને શુક્રવારે પાટણના રહેવાસી શ્રીશ્રી માલજ્ઞાતીય સં. દેવાઈ તેમની ભાર્યા સુહાગદે, તેમના પુત્ર નરસી, તેમની ભાર્યા વઈ, તેમના પુત્ર સંધવી લાડણ માતાના કલ્યાણ નિમિતે અને પિતાને શ્રેય માટે શ્રીવાસુપૂજ્ય સ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીમલધારીગચ્છીય શ્રી ગુણસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૮૮. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીગેડીપાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
૧૮૯. તળી શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ. ૮૨ ]
"Aho Shrut Gyanam"