________________
૨ તારી અંગ્રેજી વિદ્યા સંસ્કૃત વિદ્યાથી સંયુક્ત થઈને એવી શુભે છે કે જેવું સુન્દર મુખ-કમળ સુન્દર તાબૂલથી સંયુક્ત થઈને શેભે.
૩ અંગ્રેજી ભાષામાં નિપુણ્ય મેળવ્યા છતાં તારું મન શુદ્ધ આર્યપદ્ધતિનું પ્રેમી છે, અને શાન્ત તથા વિવેકી જીવનથી તું વિહરે છે એ બહુ હર્ષપ્રદ છે.
૪ હે સુન્નબુદ્ધિ! આત્મા અને પુનર્જન્મ, જેમનું અસ્તિત્વ ઘટી શકે છે, તેમના વિષે સંશયલુ બનવું ન જોઈએ. જગતના પ્રાણીઓમાં જે અનન્ત ચિત્ર્ય દેખાય છે, અનુભવાય છે તે તેમને (તે અને તને) પ્રમાણિત કરે છે. આ સાબિતીને સમજવાનો પ્રયત્ન કરીએ.
૫ આત્મા અને પુનર્જન્મ જે ન હોય તે એહ! વિશ્વ અરાજક જેવું બની જાય, જગતના પ્રાણીઓની દશા જળ વગરનાં માછલાં જેવી થઈ જાય અને દુનિયામાં શેર અન્ધકાર છવાઈ જાય !
૬ પુરુષાર્થ સાધનનું વિસ્કુરણ આત્માના અસ્તિત્વમાં છે, આત્માના અતિત્યમાં જ વિકાસની ભાવના લહરવા પામે છે. આત્માનું અરિતત્વ ન હોય તે આ જગત્ નિમર્યાદ બની કેટલે નીચે જઈ પડે એ કલ્પી શકાતું નથી.
૭ મહાનુભાવ! શુદ્ધ ચિત્તથી સનાતન પવિત્ર શાસ્ત્રો પર મનન કરી જીવનને અહિતાવહ એવી શંકારૂપ પિશાચનીને તગડી મૂકી નિર્મળ દષ્ટિ–પ્રકાશ પ્રાપ્ત કર!
Ahol Shrutgyanam