________________
૫. ન્યાયવિજયજી મહારાજ જેવા વિદ્વાન્ના પુસ્તક વિષે “બે બોલ” પણ લખવાની ધૃષ્ટતા કરવી મારે માટે અનુચિત નથી ? એ જ્ઞાનના મહાસાગર અને આદર્શ ચારિવાળા મહાપુરુષને આગળ બિન્દુ સમાન અને સંસારીની અનેક ઊણપથી ભરેલે હું કે લાગું? છતાં બિન્દુને સાગર સમીપ જવાની તક મળે તે તે કદી ગુમાવે?
મહારાજનાં દર્શન અને વ્યાખ્યાનને એક જ વાર મને લાભ મળ્યો છે; પરંતુ ત્યારથી મારા મન ઉપર ઊંડી છાપ પડી છે. મહારાજ આદર્શ જૈન સાધુ છે, છતાં સામ્પ્રદાયિક વાડાથી પર છે. મહારાજ આ જ કારણે જેટલા જૈનોને પૂજ્ય છે, તેથી પણ અધિકતર અમને જેનેતરને પૂજ્ય છે.
મારે મન મહારાજ માત્ર જૈન સાધુ કે જૈન ધર્મના ઉપદેશક નથી. આજે દેશને પણ સામ્પ્રદાયિક ધર્મગુરુઓ કરતાં માનવતા જાગૃત કરનાર આચાર્યોની વધારે જરૂર છે. મહારાજનાં વ્યાખ્યાને અને લખાણમાં આપણી આજે મરી પરવારેલી માનવતાને સજીવન કરવાની સંજીવની વિદ્યા છે. આજે સ્વરાજ્ય આવ્યું બબે વર્ષ થયાં છતાં રાજ્યમાં જે જે સુખ મેળવવાની પ્રજાની આકાંક્ષા હતી તેની હજી ઝાંખી પણ પ્રજાને થઈ નથી. આનું મુખ્ય કારણ એ જ છે કે આપણે બધા અંગત સ્વાર્થ, સત્તાલોલુપતા અને દ્રવ્યની તીવ્ર લાલસાનાં વમળમાં એટલા ઊંડા ઊતરી ગયા છીએ કે આજે તટસ્થ ભાવે જોનારને આપણે આ વિશાળ દેશ ઘેર અનીતિની દારુણ ખાઈમાં પટકાઈ પડેલે દેખાય.
આવા વખતે આવા આચાર્યો અને તેમના સદુપદેશો તથા બેધક લખાણો જ માત્ર આપણને આ વમળમાંથી ઉગારી શકે. ખરા અણીના વખતે જે ભાઈઓએ આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનું નિર્ધાયું તેમને અભિનન્દ ઘટે છે. મારી મારાં સવ બધુભગિની-પછી તે જેન હોય કે જેનેતર–ને ખાસ વિનતિ છે કે તેઓ મહારાજનાં આ લખાણ વાંચે, મનન કરે અને તેમને ઉપદેશ જીવનમાં ઉતારે. એમાં આપણે અને આપણા દેશનો ઉદ્ધાર છે.
વિજયકુમાર મ. ત્રિવેદી, મહેસાણ.
૧૭-૮-૪૯
?
I have cursorily gone through the progi-copy of Shree Nyagavijaya-Subodhavaniprakasha which is # collection of Pro-published Sanskrita works composed by Muai Nyayavijayaji.
Ahol Shrugyanam