________________
નું કામ છે. બધાની સરખી યોગ્યતા નથી હોતી. અએવ અધિકાર વગર લાંબુ પગલું ભરનાર નીચે પડે એ સ્વાભાવિક છે. ઉંચી કક્ષા ગ્રહુર્ણ કરવા માટે પિતાને ચોગ્યતાનું અવલેકન કરવું અને પિતાનું યોગ્ય પરીક્ષણ કરવું જરૂરનું છે. વૈરાગ્યપ્રિય મુમુક્ષુ મનુષ્યને આધ્યાત્મિક કથા તથા ભાવનામાં સારું મન લાગે છે, અને એમાં એ સારે રસ લે છે, છતાં સંસારને માયા–મોહ તેનાથી છૂટી શકતે. નથી. આ જાતનાં ઉદાહરણે આપણે નજર સામે ખડાં છે. દીર્ઘકાલિક મેહરસને નિબિડ લેપ સમજુ માણસને પણ સાધના કરવા દેતા નથી, સાધનાની ભૂમિ તરફ પગલાં માંડતાં એને વિદ્મભૂત બને છે, એને સાધના કરતાં ખલિત કરે છે અને સાધનામાં આગળ ગયેલાને પણ પાડે-પછાડે છે. મતલબ કે એ “લેપ” નિર્વીર્ય બન એ કઠિનમાં કઠિન કામ છે. છતાં વ્યવહારભૂમિ પર વિચરનાર સંસારવાસી વર્ગ પણ પિતાના ગૃહસ્થાશ્રમના અગત્યના વ્યવહારને બાધ ન આવે તેમ આચામફ ભાવના ખીલવી શકે છે અને આધ્યાત્મિક જીવન જીવી શકે છે એમાં મુદ્દલ શક નથી. તેઓએ જીવનને સાચે માગ ધ્યાનમાં લઈ, સંસારમાં રહેવા છતાં સંસાર-વ્યવહારમાં એવા લિસ ન થવું જોઈએ કે મનુષ્ય-જીવન પામ્યાનો સાર ન નીકળે. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ તેઓ આત્મવિવેક દાખવી શકે છે અને આધ્યામિક સાધના કરી શકે છે. જેમ જેમ એ સાધના ખીલે છે, તેમ તેમ ગૃહસ્થાશ્રમની પ્રવૃત્તિમાં આસક્તિ મન્દ પડતી જાય છે અને તેમ તેમ અધ્યાગ વધુ ખીલતો જાય છે. આ પ્રમાણે ભાવનાવિભૂષિત, દષ્ટિસંપન્ન - નિશ્ચયી આભા ગૃહવાસમાં પણ મહાવરણ સામે પિતાનું આત્મબળ ફોરવતે પિતાની આધ્યાત્મિક પ્રગતિ સાધે છે અને જનસમૂહને બોધદાયક તથા પ્રેરક ઉદાહરણરૂપ બને છે.
મે, ૧૯૩૪
-ન્યાયવિજય
Ahol Shrutgyanam