________________
૩ર
કર્મવાદ એક એવું સાવધાન અને ન્યાધ્ય વિશ્વશાસન છે કે પ્રાણુંમાત્રના કાર્યને થોગ્ય જવાબ આપે છે. માટે જ મનુષ્ય-સમાજને સારે બનાવવામાં કર્મવાદનો સિદ્ધાત, જે પુનર્જન્મવાદને સણા છે, તે અત્યન્ત ઉપયોગી છે. તેનું એક માત્ર તાત્પર્ય બુરાં કર્મથી ખસી સારાં કાર્ય કરવામાં છે, જેના પરિણામે ઉત્તરોત્તર વિકાસ સાધી પૂર્ણતાએ પહેાંચી શકાય.
જન્માન્તરવાદના સિદ્ધાન્તથી પરોપકારભાવના પુષ્ટ થાય છે અને કર્તવ્યપાલનમાં તત્પરતા આવે છે. પરેપકાર કે કર્તવ્યપાલનનાં લૌકિક ફળ પ્રત્યક્ષ છે, છતાં જિન્દગીનાં દુઃખને અન્ત ન આવે તે એથી જન્માક્તરવાદી હતાશ થતો નથી. આગામી જન્મની શ્રદ્ધા તેને કર્તવ્યયમાર્ગ પર સ્થિર રાખે છે. તે સમજે છે કે કર્તવ્યપાલન કદી નિષ્કલ ન જાય; વર્તમાન જન્મમાં નહિ, તે આગામી જન્મમાં તેનાં ફળ મળશે. આમ પરલોકના શ્રેષ્ઠ લાભની ભાવનાથી માણસ સત્કર્મમાં પ્રવૃત્ત રહે છે. તેને મૃત્યુનો ભય પણ નથી રહેતો. કેમકે આ માને નિત્ય ચા અમર સમજનાર માણસ મૃત્યુને દેહલટા સિવાય બીજું કશું જ સમજતું નથી. મૃ યુને તે એક કેટ ઉતારી બીજો કોટ પહેર્યા જેવું માને છે, સત્કર્મશાલીને માટે તે પ્રગતિમાર્ગનું દ્વાર બને છે એમ તે સમજે છે. આમ મૃત્યુને ભય જિત વાથી અને જીવન અનન્ત છે એમ સમજવાથી જીવનને ઉત્તરોત્તર વધુ વિકસિત કરવાની વિવેકસુલભ ભાવનાના ચગે તેની કર્તવ્યનિષ્ઠા બલવતી બને છે. આમાની નિત્યતા સમજનાર એમ સમજે છે કે, બીજાનું બુરું કરવું તે પિતાનું બુરું કરવું છે, અને સમજે છે કે વેરથી વેર વધે છે અને કરેલા કર્મોના સંસ્કાર અનેક જન્માક્તર સુધી પણ જીવ સાથે લાગ્યા રહી તેનાં ફળ કયારેક લાંબા વખત સુધી પણ ચખાડ્યા કરે છે. આ પ્રમાણે આત્મવાદના સિદ્ધાન્તને સમજનાર માણસ બધા આત્માઓને પોતાના આત્મા સરખા સમજી બધાઓ સાથે મૈત્રી અનુભવે છે અને તેની રાગ-દ્વેષની વાસના ઓછી થતી જાય છે. આ રીતે તેનો સમભાવ ષિાય છે અને તેને વિશ્વપ્રેમ વિકસતું જાય છે. દેશ, જાતિ, વર્ણ કે સપ્રદાયના ભેદે વચ્ચે પણ તેનું દષ્ટિસામ્ય (ષ્ટિમાં સમભાવ) અબાધિત રહે છે. તે સમજે છે કે મર્યા પછી આગામી જન્મમાં હું કયાં, કઈ ભૂમિ પર, ક્યા વર્ણમાં, કઈ જાતિમાં, કયા સભ્યદાયમાં, કયા વર્ગમાં અને કઈ સ્થિતિમાં પેદા થઈશ તેનું શું કહી શકાય ? માટે કેઈ દેશ, જાતિ, વર્ણ કે સદાયના તેમ જ ગરીબ કે ઊતરતી પંક્તિના ગણતા માણસ સાથે અભાવ રાખવે, મદ-અભિમાન કે દ્વેષ કરે વાજબી નથી. આમ, આત્મવાદના સિદ્ધાન્તથી નિષ્પન્ન થતા દુટિસંસ્કારના પરિણામે આત્મવાદી કે પરલકવાદી સજ્જન કઈ પ્રાણી સાથે વિષમભાવ ન રાખતાં “રિસઃ રાશિમ” ના મહાન્ વાક્યર્થને
Aho ! Shrugyanam