________________
૩૧
કાન્તિ, શરીરાન્તિ, ઈન્દ્રિયકાન્તિઆમ આખી જિન્દગીને ધરમૂળમાં જ આખો પલટ થાય, ત્યાં પછી પૂર્વજન્મની યાદ કેવી? છતાં કઈ કઈ મહાનુભાવને આજે પણ પૂર્વજન્મનાં મરણ થાય છે. એના દાખલા પણ બહાર આવ્યા છે, અને એ બાબતની વિગત હિન્દની પ્રતિષ્ઠિત પત્રિકાઓમાં પ્રકટ પણ થયેલી છે. જાતિસ્મરણની એ ઘટનાએ માણસને પુનર્જન્મ વિષે વિચાર કરતો મૂકી દે તેમ છે.
માણસનાં કૃત્યોની જવાબદારી પુનર્જનમથી જળવાય છે. સુજન મહાનુભાવ ને પણ કયારેક ઘેર આપત્તિ આવે છે અને વિના અપરાધે રાજદંડ ભેગવા પડે છે, પરંતુ તે વખતે તેની માનસિક શાન્તિમાં પુનર્જનમને સિદ્ધાન્ત બહુ ઉપ કારક થાય છે. વર્તમાન જિન્દગોની સંસ્કૃતિઓનું અનુસન્ધાન આગળ ન હોય તો મનુષ્ય હતાશ થઈ જાય; આફતના વખતમાં તેની ચારે બાજુ અલ્પકાર ફરી વળે.
આપણુ (મનુષ્ય) જીવનમાં “અકસ્મા” ઘટનાઓ કંઈ ઓછી નથી બનતી. એ, અકરમાત્ (અ-કસ્માત) ( દુષ્ટ કે પ્રત્યક્ષ કારણનો સંબંધ ન હોવાથી) ભલે કહેવાય, પણ નિમૂલ તે કેમ હોઈ શકે ? તેની પાછળ મૂળ તે હોવું જોઈએ, અકસ્માત્ પણ કસ્માત્ ? કેનાથી-શાથી? એની શોધનો વિચાર કરતાં અદષ્ટનું -કર્મનું અસ્તિત્વ સમજમાં ઊતરી શકે છે. “પુણ્ય-પાપ” એ કર્મ છે, જેને “અદષ્ટ પણ કહેવામાં આવે છે. આમ કર્મની સાબિતી થતાં પુનર્જન્મ અને આત્મા પણ આપોઆપ એની સાથે જ સાબિત થઈ જાય છે.
સંસારમાં કઈ માણસ એમ વિચાર કરે કે -આત્મા વગેરે કંઈ નથી. જેટલા દિવસો હું આ જિન્દગીમાં મોજશેખ મારું, એટલા જ દિવસે મારા છે. આ જિન્દગીની સમાપ્તિ પછી આ દેહ પાંચ ભૂતોમાં મળી જશે અને “હું જે કંઈ વ્યવહાર નહિ રહે. હું જીવદયા કરું કે જીવહિંસા કરું, સાચું બેલું કે જૂઠ બેલું, સંયમિત રહું કે ઉચ્છખલ રહું, અથવા જેમ મનમાં આવે તેમ કરુ તે તેમાં હરકત જેવું શું છે? કારણ કે મારાં કરેલ કર્મોનો મને દંડ કે પુરસ્કાર આપનાર કઈ છે જ નહિ. પરંતુ આ વિચાર કે ખ્યાલ એકદમ ભ્રમપૂર્ણ છે. આ જિન્દગીમાં કેઈ અનીતિ, અનાચાર, લૂંટફાટ, મારફાડ અને ખુનામરકી કરી ધનવાનું થાય અને મૌજથી ફરે, પણ એનાં એ દુષ્કૃત્યેની જવાબદારી એના પરથી ઉડી જતી નથી. સજજની દુઃખી હાલત અને દુર્જનની સુખી હાલત પાછળ એહિક પરિસ્થિતિ ઉપરાંત કેઈ અદષ્ટ કારણ ન હોય અને એ હાલતનો હિસાબ અહીં ને અહીં પૂરે થઈ જાય, એનું અનુસંધાન આગળ ન ચાલે તો આધ્યાત્મિક જગતમાં એ ઓછું અધેર નહિ ગણાય.
Aho! Shrutgyanam