SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ નિકાલ વર્તમાન જન્મ સાથે પૂર્વજન્મનું અનુસખ્યાન વિચારતાં આવી શકે છે. પૂર્વજન્મના કર્મ સંસ્કારો અનુસાર વર્તમાન જિન્દગી ઘડાય છે અને વિશેષ પરિસ્થિતિઓ ઊપજે છે; એ જ પ્રમાણે વર્તમાન જિન્દગી અનુસાર ભવિષ્યની જિન્દગીની વાત, અર્થાત્ પૂર્વજન્મના કર્મસંસ્કારેનાં પરિણામ વર્તમાન જિન્દગીમાં પ્રગટ થાય છે, અને વર્તમાન જિન્દગીના કર્મસંસ્કારોનાં પરિણામ ભવિષ્ય જિદગીમાં પ્રગટ થાય છે. એમ શું નથી બનતું કે, કેટલાક બદમાશ, લૂટારા અને ખૂની ઘોર અપરાધ કરીને એવા ગુપ્ત રહી જાય છે કે તેઓ ગુન્હાની સજાથી બચી જાય છે, જ્યારે બીજા નિરપરાધીઓને ગુન્હા વગર ગુન્હાની ભયંકર સજા ભોગવવી પડે છે? કેટલો અન્યાય? કરણી તેવું ફળ ક્યાં? પણ એ બધી ગુંચવણ પુનર્જનમ કે પૂર્વજન્મના સિદ્ધાન્ત આગળ ઉકેલાઈ જાય છે. પૂર્વ જન્મવિહિત વિચિત્ર કર્મોનાં વિચિત્ર પરિણામ વર્તમાન જન્મમાં ઉપસ્થિત થાય છે. સ્કુલ, કોલેજના સમાન સંસ્કૃતિના વિદ્યાર્થીઓમાં પણ એકને જે વિષય સુગમ પડે છે તે બીજાને કઠિન પડે છે. એકને ગણિત વિષય કઠિન લાગે છે, જ્યારે બીજાને તે સરળ પડે છે. આનું મૂળ કયાં શોધાય ? પૂર્વજન્મના જ્ઞાન-સંસ્કાર પર તેની નિર્ભરતા માનવી જોઇશે. સરખી પરિસ્થિતિમાં પિવાયેલાઓમાં પણ એકની બુદ્ધિ અને સમરણશક્તિ તીવ્ર હોય છે, જ્યારે બીજાની મદદ હોય છે. અએવ સાધન અને ઉદ્યમ સમાન છતાં એકને વિદ્યા કે કળા જલદી ચડે છે, જ્યારે બીજો એમાં પાછળ રહે છે. એનું શું કારણ હશે? પૂર્વજન્મના અનુસધાન વગર. એનો ખુલાસો કેમ થઈ શકે ? સરખા અભ્યાસવાળા અને સરખી પરિસ્થિતિમાં ઉછરેલાઓમાં એકને કુદરતી વસ્તૃત્વ, કવિત્વ કે સંગીત જેવી શક્તિઓ વરે છે, ત્યારે બીજે જન્મભર તે શક્તિથી વિરહિત રહી જાય છે, અથવા પેલાના વિકાસની સરખામણીમાં ઘણે મન્દ રહી જાય છે. આનું કારણ પૂર્વજન્મના અભ્યાસ–સંસ્કાર જ તો ? પાંચ-સાત વર્ષને બાળક પિતાની સંગીતકળા અને વાઘપ્રયોગથી સહુદય જનતાને મુગ્ધ કરી મૂકે એ પૂર્વજન્મની સંસ્કારશક્તિના સ્કુરણ વગર કેમ ઘટે? આવાં અનેક ઉદાહરણ પર વિચાર કરી શકાય. જન્મતાંની સાથે જ અશિક્ષિત બાળક સ્તનપાનમાં પ્રવૃત્ત થાય છે એ ઉપરથી પણ પૂર્વભવીય ચૈતન્યની અનુવૃત્તિનું અનુમાન કરી શકાય છે. પૂર્વજન્મ હોય તો તે યાદ કેમ ન આવે ? એમ પ્રશ્ન થાય. પણ વર્તમાન જિન્દગીમાં જ એક અવસ્થાની ઘટના બીજી અવસ્થામાં યાદ નથી આવતી; એક જ જિન્દગીમાં બની ગયેલ બાબતો બધી યાદ નથી આવતી, ઘી, વિસ્મૃતિમાં અવરાઈ જાય છે, અવરાયેલી રહે છે, તે પૂર્વજન્મની ક્યાં વાત કરવી? જન્મ Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy