________________
પુનર્જન્મ. એનો દરેક જન્મ એના પૂર્વ જન્મની અપેક્ષાએ પુનર્જન્મ જ છે. એને કઈ જન્મ એ ન હોય કે જેની અગાઉ જન્મ ન હોય. એનાં જન્મોની ( ભિન્નભિન્ન દેહનાં ધારણની ) પરંપરા હમેશાંથી એટલે કે અનાદિકાળથી ચાલી આવે છે એમ માનવું બંધ બેસે છે. આમાના ભૂતકાળના કઈ જન્મને સર્વપ્રથમ એટલે કે શરૂઆતને જન્મ માનીને તે એમ માનવું પડે કે આત્મા ત્યાં લગી અજન્મા હતો અને પછી એને એ પહેલવહેલો નવો જન્મ શરૂ થયો. આમ જે માનવું પડે તે અજન્મા એવા શુદ્ધ આત્માને પણ કયારેક જન્મ ધારણ કરવાનું સંભવિત બની શકે છે એમ માનવું પડે, અને એમ જે માનવું પડે તે ભવિષ્યમાં મુક્તિ પ્રાપ્ત થયા પછી પણ કયારેક પછે. જન્મપાશ વળગવાનું સંભવિત બની જાય છે અને એથી સ્થિર અને પૂર્ણ મુક્તિનું અસ્તિત્વ ઉડી જાય છે. આમા કેટલાક કાળ લગી જન્મ વગરનો (દેહધારણ વિનાને) રહી પાછે કયારેક ક્યારેક ફરી જન્મ ધારણ કરવાનું ચાલુ કરે છે આમ માનવું તે ઠીક નથી. દેહ-ધારણની પરંપરા ચાલે તો અખંડ રૂપે જ ચાલે, વચમાં કયારે પણ દેહની કડી તૂટયા વગર અવિચ્છિન્ન રૂપે જ ચાલે; અને એક વાર દેહને વળગાડ છૂટ્યો કે પછી એ હમેશાને માટે છૂટી જાય છે એમ માનવું સંગત દેખાય છે.
પુનર્જન્મની સાબિતી માટે અનેક વિચારે પ્રાપ્ત થાય છે અને તે ઉપરથી પણ આત્મા (આત્માની નિત્યતા) સિદ્ધ થાય છે.
એક જ માતાપિતાનાં સન્તાનોમાં અન્તર માલુમ પડે છે. એટલું જ નહિ, એક સાથે જન્મેલ યુગમાં પણ અન્તર જોવામાં આવે છે. તેમનાં વિદ્યા, શિક્ષણ, બુદ્ધિ, ડહાપણ, અનુભવ અને વર્તન વગેરેમાં ફરક જોવાય છે. એ અત્તરને ખુલાસો રજવાય અને વાતાવરણની: વિભિન્નતા પર જ પર્યાપ્ત નહિ થાય. પૂર્વજન્મના સંસ્કારનું પરિણામ પણ ત્યાં વિચારવું જોઇશે. ઐહિક કારણે અવશ્ય પિતાની કૃતિ દાખવે છે, પરંતુ એટલેથી વિચારણું અટકતી નથી. એ કા ણે પણ પિતાને હેતુ માગે છે. મૂળ કારણની શોધ વર્તમાન જિન્દગીના સંયોગોમાં નહિ જડે. એને સારુ વર્તમાન જિદગીના સંગોથી આગળ વધવું પડશે.
સંસારમાં એવા પણ માણસો જેવાય છે કે જે અનીતિ અને અનાચારનું સેવન કરવા છતાં ધની અને સુખી હોય છે, જ્યારે નીતિ અને ધર્મના માર્ગ પર ચાલનારાઓમાં કેટલાક દરિદ્ર અને દુઃખી દેખાય છે. આમ થવાનું શું કારણ? “ કરણી તેવું ફળ ? કયાં ? આનો
Ahol Shrutgyanam