________________
૨૫
અને તેમ તેમ આધ્યાત્મિક જીવન વિકસતું જાય છે. આ ઉપરથી જોઈ શકાય છે કે અધ્યાત્મજીવન આત્મવાદ પર જ જીવાય છે એમ નથી, પરંતુ પરમ કલ્યાણની, પરમ સુખની ભાવના પર અથવા ઉચ્ચ નૈતિક ભાવના પર તેના ઉત્થાનને આધાર છે. અએવ મનુષ્ય ચાહે આત્મવાદી હોય કે ચાહે અનાત્મવાદી હોય, કેઈને માટે પણ અધ્યાત્મ-જીવનની ઉપયોગિતામાં કશો ફરક આવતું નથી. અનાત્મવાદીનું અધ્યાત્મજીવન “અજાણ્ય” પણ (સ્વતન્ત્ર આત્મતત્વથી અજાણ હાલતમાં પણ) તેના આત્માનું હિતસાધક અવશ્ય બને છે, તેના (આત્મા) પરનાં આવરણ ખસેડવાનું કામ “અજાયે” પણ તે અવશ્ય બજાવે છે, અને એ રીતે તેનું પરમાર્થ કલ્યાણું પણ સધાય છે. આમ, અધ્યાત્મજીવન, અર્થાત્ સદાચરણ-ચર્યા એ જીવન–કલ્યાણને મુખ્ય અને શ્રેષ્ઠ માર્ગ છે.
અધ્યાત્મ” શબ્દમાં “આત્મા” નો પ્રયોગ મુખ્ય છે, માટે અધ્યાત્મની વિચારણું એટલે આત્માની વિચારણા એ સ્પષ્ટ અને સ્વાભાવિક છેપુરાતનકાલિક ભારતીય ષડ્રદર્શનના સાહિત્યમાં આત્મસત્તાની સિદ્ધિ પર પુષ્કળ ઊહાપોહ કરાયો છે. પ્રમાણે તથા તર્કોથી આત્માને સાબિત કરવાનો પ્રાચીન ભારતીય દાર્શનિકોને પ્રયત્ન બહુ વિસ્તૃત અને કિસ્મતી છે. એ ભારતીય સંસ્કૃતિ છે કે જેના તરફથી સંસારને “આત્મા એક સ્વત– તવ છે ” એ પ્રકારના સુન્દર જ્ઞાનને વાર મળ્યો છે. જગતું ભારતીય દર્શનના સંપર્કથી આત્માને જાણવા લાગ્યું છે. છતાં આજે ભારતમાં જ એક એવું આન્દોલન પ્રવર્તે છે કે જે અનાત્મવાદનું જોરશોરથી પ્રતિપાદન કરે છે. કમમાં કમ, આત્માના સંબંધે સંશચાલુ વૃત્તિ તો વર્તમાન યુગના બુદ્ધિજીવી જગતમાનો માટે વર્ગ ધરાવતું હશે. આજના બુદ્ધિવાદનું વાતાવરણ એવું ફેલાયેલું છે કે પરમ્પરાગત પ્રાચીન રીતિપદ્ધતિના તર્ક કે પ્રમાણે પર તે લોકેના ચિત્તનું સમાધાન થઈ શકતું નથી. આજની વૈજ્ઞાનિક અને દાર્શનિક આલોચના તથા શોધક પદ્ધતિથી જે પ્રકાશ પડે તેની જ આજના જગની આખે કિસ્મત અંકાય છે.
સુખ-દુઃખની લાગણી જે શરીરસ્પશ નહિ, પણ અન્તઃસ્પશી છે, તે પરથી શરીરથી અલગ કોઈ શક્તિવિશેષના અસ્તિત્વને ખ્યાલ જરૂર આવી શકે છે. પ્રાચીન દાર્શનિકોએ આત્મસિદ્ધિની મીમાંસા કરતાં આ અનુભવને મુખ્ય આશ્રય લીધો છે.
ઈન્દ્રિય વિષયગ્રહણનાં સાધન છે, પરંતુ તેમની મદદથી જે, વિષયને ગ્રહણ કરે છે તે તત્વ અલગ છે એમ તે જરૂર વિચારી શકાય. સાધકને સાધનની અપેક્ષા છે, પણ એથી સાધક અને સાધન એક ન હોઈ શકે. ઈન્દ્રિય વિષયને ગ્રહણ
૪
Ahol Shrutgyanam