SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ આખરે, એ નીતિસાધના વિશેષ ઉત્કર્ષને પ્રાપ્ત થતાં, પરિણામ એ આવે છે કે એના બધા બ્રમે ભાંગી ભુક્કા થાય છે અને એને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. આ પરથી સમજાવું જોઈએ કે સદાચારને નૈતિક આદર્શ માણસને તત્ત્વષ્ટિ(પક્ષતત્વશ્રદ્ધા)ની ગેરહાજરીમાં પણ કલ્યાણભૂમિ પર ચડાવે છે. ઈશ્વકતૃત્વ, જેની ઉપપત્તિ કેટલાક દાર્શનિક અશકય બતાવે છે, તેમાં માનીને પણ કેટલાક તેમાંથી પ્રેરણા મેળવે છે, તેઓ ઇશ્વરકતૃત્વ વિષેની શ્રદ્ધામાંથી ઈશ્વરભક્તિ જગાવી ઈશ્વરની સત્ય, અહિંસા આદિ આજ્ઞાનું પાલન કરવા તત્પર થાય છે, અને એ આજ્ઞાઓના પાલનથી પોતાનું શ્રેય સાધે છે. આ પરથી ફલિત થાય છે કે જીવનવિધિ એ જ મુખ્ય પ્રશ્ન છે. અને સુખની સાચી ચાવી એમાં જ રહેલી છે. આત્મા, પરલેક કે ઈશ્વરમાં માનીને પણ જીવનશેાધનની સાધના ન હોય, સદાચારનું પાલન ન હોય તે તેવી માન્યતા માત્રથી શું કલ્યાણ સધાય ? આત્મા અને ઈશ્વરવાદના સિદ્ધાન્તની ખરી અને મોટી ઉપયોગિતા જીવનની શુદ્ધિ કરવામાં છે, આત્મ-જીવનને વિકસિત બનાવવામાં છે, સદાચારના માર્ગે પ્રગતિ કરવામાં છે. એ પ્રકારની જીવનક્રિયા જ્યાં વિકસ્વર હોય છે, ત્યાં તત્ત્વજ્ઞાન (Logical philosophy) સંબંધી કેઈ બાબતના ભ્રમ કે સંશય જે હયાતી ધરાવતા હોય તે તે જીવનસાધનના વિષયમાં કશી બાધા નાંખવા સમર્થ થતા નથી. તે બાપડા, સદાચારદષ્ટિના પુણ્ય અને પ્રખર તેજ આગળ જરા પણ માથું ઉંચકી શકતા નથી. જીવનસાધનની વેગવતી પ્રવૃત્તિ આગળ તે બીચારાઓને પડ્યા પડ્યા સડયા સિવાય બીજી કેાઈ ગતિ રહેતી નથી. મતલબ એ જ નિકળે છે કે સદાચારવિહીન આસ્તિક કરતાં સદાચારસમ્પન્ન નાસ્તિક ઘણે દરજજે સારે છે. આ સંગ્રહ-પુસ્તકમાં છેલ્લે ગ્રન્થ “જરામર સ્ત્ર છે, એ નામાભિધાનમાં પ્રથમ પ્રયોગ “અધ્યાત્મ શબ્દને છે, જે એ ગ્રન્થનો શું વિષય છે તે જાહેર કરે છે. “અધ્યાત્મ'નો અર્થ આત્મહિતને અનુકૂલ આચરણ એ થાય છે, એટલે એ પણ જીવનવિધિનો જ નિર્દેશ કરે છે. આત્મહિતને અનુકૂલ આચરણ એટલે સદાચરણ. જો કે અધ્યાત્મની ઉચ્ચ ભૂમિકાનું જીવન બહુ ગંભીર, બહુ સૂક્ષમ અને કલ્પનાતીત હોય છે, તથાપિ તે હદે પહોંચવા માટે અગાઉ સદાચરણની કેટલી સીઢીઓ પસાર કરવી પડે છે. અતએ એને માટે આત્માની ખાત્રી થવા સુધી રાહ જોવાની ન હોય. સાચું તે એ છે કે, સદાચરણ દ્વારા જેમ જેમ આન્તરમલ વાતો જાય છે તેમ તેમ આત્મશ્રદ્ધાને પ્રકાશ પ્રકટ થાય છે Aho! Shrutyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy