SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ આ પરથી ખુલ્લું થાય છે કે સુખની પ્રાપ્તિ માટે અન્તઃકરણની નિર્મલતા અપેક્ષિત છે. અન્તઃકરણ સ્વચ્છ કાચના પ્યાલા જેવું ઉજજવળ થવું જોઈએ. ચિત્તની ઉજજવળ સ્થિતિ એ જ સુખનું ઉદ્ગમસ્થાન છે, ઉજજવળ ચિત્તભૂમિ એ જ સુખ-નિષ્પત્તિની ફલપ ભૂમિ છે. એ માટે ચિત્તના દોષને ખંખેરવાની જરૂર છે. ક્રોધ, મદ, બેઈમાની, માયા, તૃષ્ણા, મત્સર, ઈર્ષા, દ્વેષ એ બધા ચિત્તના દે છે. મનના એ વિકારોને ધયા વગર સુખની આશા રાખવી સર્વથા અસ્થાને છે. એ માલિન્યને ધેયા વગર ઇન્દ્ર, ચન્દ્ર, નરેન્દ્ર કે મહેન્દ્ર કોઈ સુખી થઈ શકતો નથી. જે પિતાની આન્તર શુદ્ધિ સાધી શક્યો છે તેને ભૌતિક સાધનોની સગવડ કમ હોય અને એથી બહારની અગવડના અનુભવને સામને કરે પડે, તો પણ તેના ચિત્તની શાતિ અબાધિત રહે છે. આક્ત કશુદ્ધિધારકની વિકસિત જ્ઞાનદષ્ટિ સુખ-દુઃખને સાચે હિસાબ કરી જાણતી હોવાથી, સુખ-દુઃખના ઉદયન ખરા રસ્તાઓ જાણતી હેવાથી દુઃખના વખતે પણ તેનામાં પિતાની આત્મશાન્તિને સુરક્ષિત રાખવાનું સામર્થ્ય હોય છે. આ પરથી સાચું સુખ કયાં છે એ સ્પષ્ટ થાય છે. એક જ સુગમ શબ્દમાં એ વાત કહેવી હોય તો કહી શકાય કે સાચું સુખ સદાચારમાં છે. વિચાર અને આચરણની શુદ્ધિ એનું નામ સદાચાર. શુદ્ધ ભાવના અને પવિત્ર વર્તન એનું નામ સદાચાર. સત્ય, સંયમ, ત્યાગ, સન્તોષ, અનુકમ્મા, ત્રિી આદિ ગુણોથી જીવનનું સંસ્કરણ એનું નામ સદાચાર. આ પ્રકારનું સંસ્કારશાલી જીવન એ જ ખરી રીતે જીવન છે. સાચું ડહાપણ અને સાચું બળ એ પ્રકારનું જીવન જીવવામાં જ છે. વાસ્તવિક સુખ ને શાન્તિ એ પ્રકારના જીવનમાં જ વિલસે છે. આમ, પરલેક કે ઈશ્વર એ તોના અસ્તિત્વ પર જેની આસ્થા બેસતી નથી, પ્રામાણિકપણે પરામર્શ કરવા છતાં, પોતાની વિચારશક્તિને જિજ્ઞાસુ વૃત્તિએ ઉપયોગ કરવા છતાં જેની બુદ્ધિમાં એ તો ઊતરતાં નથી, તે એ ત ન માનવાને અંગે “નાસ્તિક” કહેવાય છે. આવા મનુષ્યમાં કેટલાક રૂડા નૈતિક આદર્શના પૂજક પણ હોય છે. આવા “નાસ્તિક ગણાતાઓ પણ નીતિ અને સદાચારની ઉપાસનામાં તત્પર હોય છે. આવા મનુષ્ય, આત્મા અને ઈશ્વરને માનીને જે કરવાનું છે કે, તેને વગર માન્ય કરતા હેય છે. આવા દાર્શનિક દૃષ્ટિએ નાસ્તિક ” કહેવાતાઓ પણ નૈતિક દૃષ્ટિએ આસ્તિક હોય છે અને પોતાના જીવનનું શ્રેય સાધતા હોય છે. આ પરથી જણાય છે કે દાર્શનિક દષ્ટિએ જ્યાં નાસ્તિકતા હોય છે ત્યાં પણ જે સદાચાર નીતિનું યોગ્ય પાલન હોય તે તે પિતાને મંગળ પ્રકાશ પાથરે છે, અને Aho! Shrutyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy