________________
સંગ્રહસ્થ અન્તિમ ગ્રન્થ " अध्यात्मतत्त्वालोक " नी
પ્રસ્તાવના
માણસ સમજે છે કે વિષય-ભૌતિક વિષય સાંપડવાથી સુખી થવાય. જરૂર, ભૌતિક સાધને પૂરતા પ્રમાણમાં સાંપડવાથી અમુક હદે જિન્દગીની કેટલીક મુશ્કેલીઓને અન્ત આવી જાય; પણ એટલેથી સુખ પ્રાપ્ય નથી. સાચા સુખ માટે ભૌતિક સગવડ બસ નથી. હજાર ભૌતિક સગવડ હોય, છતાં સંસ્કારવિહીન અન્તઃકરણની હાલત અશાન્ત રહે છે. તમામ પ્રકારનાં ભૌતિક સાધન હોવા છતાં અસંસ્કારી હૃદયમાં ફડફડાટ કાયમ જ રહે છે. એનું જીવન બહુધા સન્તપ્ત, વ્યાકુલ અને વ્યગ્ર રહે છે. નિ:સળે, ભૌતિક સગવડ પર સુખની ઈમારત ખડી થઈ શકવાનું માનવું એ એક જમદષ્ટિ છે. એ જ “અન્ધકારીને લીધે પ્રાણી બહુ લાંબા કાળથી દુઃખી હાલત માં રખડી રહ્યો છે, એની આટલી કડી સ્થિતિ એ મિથ્યાષ્ટિએ જ કરી છે એ “મિયા” ખસે અને સદ્દષ્ટિ પ્રાપ્ત થાય તે સુખને માર્ગ સરળ થાય. - સાચું જીવન શું છે એ ન સમજાય ત્યાં લગી ગમે તેટલાં પ્રચુર સાધનો ને સગવડ પણ માનસિક પરિતાપને શમાવવા સમર્થ ન થાય. ચિત્તના દોષ, મનના વિકારો અને અન્તઃકરણની મલિનતા માણસને હજાર સગવડભર્યા સાધને વચ્ચે પણ હેરાન કરે છે. આન્તર જીવનની મલિન દશામાં દરિયા જેટલી લક્ષમી કે મહામાં મહાનું સામ્રાજ્ય પણ સુખ આપી શકતું નથી. સુખનું સ્થાન અન્તઃકરણ છે. એના પર મેલનાં થર આજેલાં હોય ત્યાં લગી, ચાહે ગમે તેટલાં સગવડીયાં સાધનો વિદ્યમાન હોય, સાચું સ્થિર સુખ ન હોય. કાદવભર્યા ભાજનમાં દૂધ રેડાય તે
એ દૂધ પણ કાદવ જ બની જાય ને ! તેમ બહારનાં સાધને દ્વારા નિપજાવાતું સુખ પણ માનસિક વિકારમાં ભળીને શાતિરૂપ ન રહેતાં અશાન્તિમાં પરિણમી જાય.
Uક આ પ્રસ્તાવના અધ્યામતવાલોકની આગળની આવૃત્તિઓમાં પ્રગટ થયેલી.
Ahol Shrutgyanam