________________
કરવામાં સાધનભૂત છે, અતએવએમના દ્વારા વિષયને ગ્રહકરનાર જે છે તે ખચીત એમનાથી ભિન્નરૂપે સિદ્ધ થાચ. ઇન્દ્રિયને વિષયગ્રાહક (વિષયગ્રાહક આત્માના સ્થાને) માનીએ તો વાંધો આવે છે. કેમકે ઈન્દ્રિયે એક નથી, પાંચ છે, અને તે એક એકથી જુદા જુદા એક એક ચેકકસ વિષયનું ગ્રહણ થાય છે, તેમ છતાં એ બધાય ભિન્ન ભિન્ન વિષયોના જ્ઞાતા તરીકે તો કંઈ એકને જ અનુભવ થાય છે. દાખલા તરીકે, રૂપગ્રહણ ચક્ષુથી થાય છે અને રસાદિગ્રહણ રસના આદિ ઈન્દ્રિથી થાય છે, છતાંશુ ચદ્વારા જે, રૂપનો ગ્રાહક છે તે જ, રસનાદિદ્વારા રસાદિને ગ્રાહક છે, અર્થાત્ ચક્ષુ આદિ બધી ઈન્દ્રિયો દ્વારા રૂપાદિ વિષયનો ગ્રાહક (જ્ઞાતા)એક જુદો અનુભવાય છે. દૃષ્ટિથી દર્શન થતાં દ્રષ્ટા તરીકે દષ્ટિ નથી અનુભવાતી, પણ એક અન્ય જ શક્તિ અનુભવાય છે અને તે જ શક્તિ, સ્પર્શનથી સ્પર્શ થતાં અષ્ટા તરીકે પણ અનુભવાય છે, તે જ રસનાથી ચાખતાં ચાખનાર અને નાકથી સુંઘતાં સુ ઘનાર તરીકે પણ અનુભવાય છે; અને તેજ, શ્રવણથી શ્રવણ કરતાં શ્રોતા તરીકે પણ અનુભવાય છે. આથી ઇન્દ્રિયોથી પર એવી કોઈ શક્તિ સિદ્ધ થાય છે. ઈન્દ્રિયોને જ વિષયગ્રહણનાં સાધન અને વિષયગ્રાહક બેઉ માનીએ તે એ ઉપર જણાવ્યું તેમ, અનુભવથી ઊલટું જાય છે. એક દાખલાથી પણ સમજી શકાશે. એક માણસ જે પિતાના નેત્રથી અનુભવે લીધા પછી આંધળે બળે છે, તેને પણ પૂર્વે જેયેલા વિષયોનાં સમરણ તો થાય છે. હવે અહીં વિચારવાનું છે કે આ સ્મરણશક્તિને સંઘ કોણે કરી રાખેલો? જે અનુભવે તે જ સંધરે અને તે જ સ્મરે એ પ્રાકૃતિક નિયમ છે. જે જુએ તે જ યાદ કરે. દષ્ટિને જેનાર (દ્રષ્ટા) તરીકે માનીએ તે દષ્ટિ ચાલી જતાં પૂર્વદષ્ટને કેણ યાદ કરશે ? દષ્ટિ ચાલી જતાં પણ આંધળાને પૂર્વ—દષ્ટોનું જે મરણ થાય છે તે કેમ ઘટશે? દષ્ટિને દ્રષ્ટા તરીકે માનીએ તો વિષયોને જોઈ સ્મરણશક્તિને સંઘરનાર પણ તે જ કરશે, અને વખત પર યાદ કરનાર પણ તેને જ માનવી પડશે, અને જો એવું હોય તો દષ્ટિના અનુભવ લીધા પછી આંધળા બનેલાને પૂર્વદષ્ટનું સ્મરણ કંઈ પણ થઈ શકશે નહિ; કેમકે એની દષ્ટિ ચાલી જવાથી દ્રષ્ટા તેમ જ મરણશક્તિને સંઘરનાર એને કેઈ રહ્યો નથી. જ્યારે દૃષ્ટિથી ભિન્ન દ્રષ્ટા માનીએ, ત્યારે દષ્ટિ ચાલી જતાં પણ દ્રષ્ટા અને સ્મરણશક્તિને સંધરનાર વિદ્યમાન હોવાથી પૂર્વદર્દોનાં સમરણ ઉપપન્ન થઈ શકે છે. ઘટનિષ્પત્તિનાં સાધન દંડ, ચક્ર વગેરે કુંભારનાં ખોવાઈ કે તૂટી જાય એથી એ કુંભારનું અસ્તિત્વ કંઈ મટી જતું નથી, તેમ દ્રષ્ટાની દષ્ટિ ચાલી જવાથી દ્રષ્ટાનું અસ્તિત્વ મટી જતું નથી. એટલું જ નહિ, પણ સાધનના અભાવે તે કુંભાર નવા ઘડા બનાવી ન શકે, પણ અગાઉના બનેલા ઘડાઓને તે વ્યવહાર કરી શકે, તેમ દ્રષ્ટા દષ્ટિ વગરને થતાં
Ahol Shrutgyanam