________________
૨૬૩
માટે અત્યારથી પ્રામાણિક બનવાની ટેવ પડે. તમે આજથી સમજી જશે કે, દગાબ છથી, લુચ્ચાઈથી અને બીજાને હેરાન કરીને મેળવેલું ધન ભ્રષ્ટ છે અને બુદ્ધિને ભ્રષ્ટ કરે છે. એ નાપાક ધન સુખ ભોગવી શકાતું નથી, અને જીવવા દેતું નથી અને ઘર-કુટુંબમાં કલહ-કલેશ ફેલાવે છે. વળી તે માનસિક શાન્તિને લૂંટી લે છે, ચિત્તને ચિન્તાગ્રસ્ત હાલતમાં રાખે છે, અનેક અનર્થોને જન્માવે છે અને જીવતરને ખારું ઝેર બનાવી મૂકે છે. ન્યાયશીલ સજજનેનાં મરતક તેમનાં સત્કર્મોના બળ ઉપર ઊંચાં રહે છે, જયારે દગાબાજ કુકમીઓનાં મેં ઉપર નૂર રહેવા પામતું નથી; તેઓ એજસૂ વગરના બની જાય છે અને ઠેર ઠેર તેમને ઠેબાં ખાવાં પડે છે. થોડેથી ચલાવવું, ગરીબાઈથી રહેવું, પણ અનીતિના તે કદી જવું નહિ એ પાઠ તમે તમારા હૃદયમાં ઉતારી લેશે, સચ્ચાઈની, નેકીની લૂખીસૂકી રોટીમાં પણ જે સુખ છે, શક્તિ છે અને એજસૂ છે તે અન્યાયનીઅનીતિની કમાણીના માલમત્રીદામાં નથી એ તમે સમજી જશે. ૪. ઉત્તમ
આળસને ખંખેરી નાખે. આ અવસ્થા માં તમારી અન્દર એકિટવિટિ, એન, એનજે ટક પાવ, ઘનશનાટ કરતે હોય છે, પણ તેનો દુરુપયોગ ન કરતા, તેને સદુપયોગ કરશે. તમે પરગજુ બને. કેઈનું હિત કરવામાં, કેઈનું કામ કરી આપવામાં અને રસ્તે ચાલતાં કે ઈન મદદગાર થવામાં તમને રસ પડવે જોઈએ, તમને આનન્દ આવા જઈએ.
૫. સંયમ,
પૂર્વકાળમાં બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાગમ એ ચાર આશ્રમેની વ્યવસ્થા હતી. એ સુન્દર વ્યવસ્થા જ્યાં સુધી ચાલુ રહી ત્યાં સુધી ભારતવર્ષની ઉન્નત અવસ્થા રહી. વસ્તીની બહાર જંગલમાં પવિત્ર પ્રદેશમાં પવિત્ર વાતાવરણુથો સમુજજવલ આશ્રમ હતાં, જેમાં સચારિત્રશાલી મહાપુરુષના આય નીચે વિદ્યાર્થી એ વિદ્યા, કલા, ઉદ્યોગ અને શાસ્ત્ર-શમનું શિક્ષણ લેતા. તેમાં સમ્રાટ્રના રાજકુમારે પણ હતા અને ગરીબના છોકરાઓ પણ . પણ એ બધાઓ ઉપર ગુરુઓને સમદષ્ટિ હતી બધા એને આશ્રમનાં અને ગુરસેવાનાં કામ કરવા પડતાં રાજકુમાર કે ગરીબ બધાને જંગલમાં જઈ લાકડાં વાણું લાવવાં પડતાં. આ રીતે ગુરુસેવા કરવા સાથે
Amo ! Shrutgyanam