________________
२१२
૨. વિનય.
વિનયથી વિદ્યા મળે છે, અને વિદ્યાથી સંસ્કાર આવે છે. તમે વિનયશીલ બને. ગુરુઓનો વિનય કરતાં શિખે.
માતા, પિતા, શિક્ષક, વડીલે, વૃદ્ધ બુજર્ગો અને ધર્મોપદેe સતે એ બધા ગુરુ છે.
ઉપનિષને ઉપદેશ છે કે-માતાને દેવ માન, પિતાને દેવ માન, આચાર્યને દેવ માન. મનુસ્મૃતિ કહે છે. માતા, પિતા અને આચાર્ય તેમને સંતોષવામાં સર્વ તપ સમાઈ જાય છે. તમે માતાપિતાના પૂજક બનો. એમની સેવાભકિતથી તમારું કલ્યાણ થશે. શિક્ષકે તમારા વિદ્યાગુર છે. તેમના પ્રત્યે તમારે વિનીત રહેવું જોઈએ, તેમના તરફ પૂજ્યભાવ રાખી તેમની
અદબ રાખવી જોઈએ. તેમના આજ્ઞાપાલક બનવામાં તમારું હિત છે. શિક્ષકોએ અસર હળીમળીને રહેવું જોઈએ, પરસ્પર સહભાવથી વર્તવું જોઈએ અને એક-બીજના હિતેવી બનવું જોઈએ. તેઓએ એક-બીજાને ઉદ્ધવ અને યશવાદ જોઈ આનંદિત થવું જોઈએ. તેમની આ પ્રકારની ઉદારતા અને મહાનુભાવતાની વિદ્યાર્થીવર્ગ ઉપર સારી અસર થાય. તેમણે વિદ્યાથીઓ પ્રત્યે નિમલ વાત્સલ્યભાવ રાખવો જોઈએ; તેમને તરછોડવા કે તુચ્છકારવા ન જોઈએ, તેમને પ્રેમથી, મીઠાશથી બોલાવવા જોઈએ. તેઓ વારેવારે પૂછવા આવે, કે સમજવા માગે છે તેથી કંટાળો ન લાવતાં તેમને પ્રેમભાવથી સમજાવવા જોઈએ, તેમની જિજ્ઞાસાઓને રૂડી રીતે સંતોષવી જોઈએ. આ શિક્ષકેની ફરજ છે. શિક્ષકનું પદ એ મોટી જવાબદારીવાળું પદ છે. શિક્ષકેએ પિતાને માટે અને સાથે જ પોતાની નીચેના વિધાથી એની ખાતર પણ ચારિત્રશીલ રહેવું જોઈએ. વિદ્યાર્થીની જીવનદોરી તેમના હાથમાં સેંધાયેલી છે, તેઓ તેમના ભાગ્યવિધાયકના આસન પર બેઠા છે, માટે વિદ્યાર્થીઓ ઉપર સારી છાપ પડે એવી વર્તણૂક તેમની રહેવી જોઈએ. શિક્ષકે જે સત્યાચરણ, સદાચરણી હાથ" અને દુર્વ્યસનથી મુકત હોય તો તેની સુન્દર અસર વિદ્યાર્થીઓ પર પડયા વગર રહે નહિ. અને એ રીતે તેઓ વિદ્યાથીઓમાંથી કેટલાક તેજસ્વી હીરા નીપજાવી શકે, કે જેઓ ભવિષ્યમાં આદર્શ અથવા ઉચ્ચ શ્રેણના મનુષ્ય બની રાષ્ટ્રના અને માનવજાતિના કલ્યાણસાધન-કાર્યમાં સમર્થ પ્રેરક યા સહાયક થાય. ૩. પ્રામાણિકતા.
ભણીને તમે જે કઈ લાઈન લેશે તેમાં પ્રામાણિક રહેવા
Aho! Shrutyanam