________________
આમુખ (વિવાથીંઓને-)
આપણે સાચા અર્થમાં મનુષ્ય બનીએ એ આપણું ધ્યેય હોવું જોઈએ,
વિદ્યાર્થી જીવન એટલે માનવતાના અભ્યાસની ઉમ્મરમાણસાઈના ભણતરની ઉમ્મર, વિદ્યાર્થી અવસ્થામાં મનુષ્યત્વને ખિલવવાના સાધનો અભ્યાસ કરવાનો છે. ૧. વિદ્યા.
વિદ્યાની મહત્તા વિષે વિદ્વાનોએ ઘણું ગાયું છે. પણ વિદ્યા કઈ ? કઈ જાતની ? એ સમજવાનું છે. આજની સ્કૂલલેજોમાં વિદ્યાર્થીને કેવળ બુદ્ધિનું શિક્ષણ મળે છે. પણ વિદ્યાથી કેવળ બુદ્ધિમાત્ર નથી; તેને શરીર છે, હૃદય છે અને આત્મા છે; માટે એ બધાનો વિકાસ થવામાં મદદગાર થાય એવું શિક્ષણ મળવું જોઈએ. “ણા વિદ્યા યા વિમુ એ પ્રાચીન આ સૂત્ર યાદ રાખવા લાયક છે. વિદ્યા તે છે કે જે બન્ધનેમાંથી છોડાવે. અથૉત, શરીર, બુદ્ધિ, ઇન્દ્રિય, હૃદય, મન અને આત્મા એ બધાને એમના માંથી મુક્ત કરી તેજસ્વી બનાવે, અને માણસને આર્થિક, સામાજિક, રાજકીય અને બૌદ્ધિક દામાંથી મુક્ત કરે તે વિદ્યા, તે સાચું શિક્ષણ - તમારે ભણતરથી શારીરિક, માનસિક, બૌદ્ધિક, વ્યાવહારિક અને આધ્યાત્મિક વિકાસ સાધવાનો છે. ભણીને તમારે વ્યવહારકુશલ તે થવાનું છે જ, પણ સાથે જ સાથે ચારિવશાલી પણ થવાનું છે. આ રીતે ભણતર ફલપ થવું જોઈએ. જીવનને ઘડે તે વિદ્યા; માણસને સ્વાશ્રયી બનાવે તે શિક્ષણ, વિચાર, ઉચ્ચાર અને આચારને કેળવે તે કેળવણી.
Ahol Shrutgyanam