________________
કમના નિયતકાલિક ફળ ઉપર મઢકે અહકાર ન કરે,અગર વિષાદ ન અનુભવે. હિંસા, અનીતિ, વિશ્વાસઘાત કે દુરાચરણથી માઠાં કમ બંધાવાને (બુરું ભાગ્ય નીપજવાને ) અને સચ્ચાઈ, સંયમ, સેવાના સદ્દગુણથી શુભ કર્મ બંધાવાને ( સદ્ભાગ્ય ઘડાવાને ) સિદ્ધાન્ત માણસને સદાચરણું બનવાની શિક્ષા આપવામાં કેટલે ઉપયોગી અને બલવાનું છે તે સુગમતાથી સમજાય તેમ છે.
માણસ બોલે છે કે, નસીબમાં હશે તેમ થશે. પણ નસીબમાં શું છે તેની માંણસને ખબર નથી. માટે માણસના હાથમાં તે ઉદ્યમ જ કરવાનું રહે છે. જેમકે, છેદીએ તે જમીનમાં પાણી હોય તે નિકળે, તેમ ઉદ્યમ દ્વારા, ભાગ્ય હોય તે તે પ્રકાશમાન થાય છે. સદ્દબુદ્ધિની પવિત્ર રોશની સાથે કરાતો પ્રખર ઉદ્યમ માણસની વર્તમાન દુર્દશાને પણ ભેદી નાંખી સુખનાં દ્વાર તેને માટે ખુલ્લાં કરી આપે છે, તેમજ અશુભ કર્મોનાં ભાવી આક્રમણ ઉપર પણ ફટકા લગાવી શકે છે, એટલે કર્મવાદના નામે નિર્બળ કે નિરાશ ન થતાં માણસે આત્માના બળની સોપરિ મહત્તાને ધ્યાનમાં લઈ શકાય તેટલા પુરુષાથી બનવું જોઈએ. ઉપસ્થિત કષ્ટ દૂર કરવાની હાલતમાં આવી શકે તેમ ન હોઈ ભેગવવું પડે તેમ હોય તે કાયરતાથી જોગવી નવાં અશુભ કર્મો ઉપાર્જવાને બદલે સમભાવથી ભેગવવામાં માણસની ખરી સમજદારી અને મર્દાનગી છે. અને એ વખતે મનને સ્વસ્થ રાખવાનું બળ આપનાર કર્મવાદ છે, જે સૂચવે છે કે, અવશ્ય ભાવી કર્મ કેઈને છેડતાં નથી. મોટા મેટા પણ એના ફલવિપાકમાંથી છૂટી શકયા નથી. કર્મ અને ઉદ્યમ એ બેમાં જે અધિક બલવાન હોય છે તે બીજા પર જીત મેળવે છે. તકલીફ કે કષ્ટ એની મેળે નથી આવતાં, આપણાં વાવેલાં જ ઊગે છે. માટે એમને નિવારવાના સુયોગ્ય ઉપાય લેતા રહીને પણ, જેટલા પ્રમાણમાં ભોગવવાં પડે, શૂરા બનીને ( આધ્યામિક વીરતાથી) જોગવીએ, ભોગવી લઈએ. એ રીતે ભેળવી લેતાં, નવાં કમ ન બંધાવા સાથે એટલે ભાર ઓછો થાય છે. જીવનનાં વહેણ શુભ રીતે વહેતાં રાખવાથી નવાં અશુભ કર્મો બંધાતાં નથી, જેથી જીવનપ્રવાહ ઉત્તરોત્તર સુખી અને ઊજળો થતા જાય છે.
મૂઢ દષ્ટિના માણસેથી કઈ સારી વસ્તુને દુરુપયેગ થાય એ બનવાજોગ છે, પણ એથી એ વસ્તુની કિંમત ઓછી થતી નથી. એ જ પ્રમાણે આ મહાન સિદ્ધાન્ત (ઈશ્વરવાદ અને ભાગ્યવાદ)ને પણ ખરો લાભ લેવામાં ચૂક થવી સંભ જ, પણ એથી એમની
Amo ! Shrutgyanam