________________
અને સદાચરણની પ્રેરણા આપવામાં એ બને સિદ્ધાન્ત પ્રબલ શક્તિશાળી છે.
કર્મ (ભાગ્ય) પણ માણસ(પ્રાણી)ના પ્રયતનથી ઉત્પન્ન થનારી વસ્તુ છે. સારા કામથી માણસ પોતાનું સારું અને બુરા કામથી પિતાનું બુરું કર્મ (ભાગ્ય) સજે છે. એટલે ભાગ્ય( કર્મીને ઘડીને તેનાં શુભાશુભ પરિણામ ( કડવાં-મીઠાં ફળ ) મેળવવાં એ માણસના પિતાના હાથની વાત છે-Man is the architect of his fortune. માટેજ, સુખ યા અસ્પૃદયને અથી સજજન ઉત્સાહી બનીને સદાચરણપરાયણ બને છે.
આમ, ભાગ્યવાદ પણ માણસને સદાચરણ તરફ પ્રેરનારે વાદ છે; તેમજ સદાચરણની ભાવના અને તેની પુષ્ટિ, ઇવરને આશ્રય લેવાથી મળે છે. ઈશ્વર સીધી રીતે આપણા કર્મ( ભાગ્ય)માં ફેરફાર કે તેનું વિતરણ કરી શક્તો નથી, પણ એને આશ્રય લેવાથી જે ધર્મસાધના બને છે, ખિલે છે, તે પોતાના પ્રમાણમાં કર્મ (ભાગ્ય) ઉપર પણ જોર દાખવી શકે છે, એ દ્વારા અશુભ ભાગ્ય યા કર્મમાં ફેરફાર આણી શકાય છે અને પ્રાયઃ તેને વિદારી પણ શકાય છે. કોઈ કમ કે ભાગ્ય કાયમ ટકતું નથી, તેને જ્યારે અન્ત આવે છે, ત્યારે તેને ફલેદય ખતમ થાય છે. એ જ કારણ છે કે, સારી સ્થિતિને હમેશાં ચાલુ ટકાવી રાખવા માટે તેને સાધન તરીકે શુભ ભાગ્યની સર્જન-યામાં (એ યા બીજી કઈ નહિ, પણ સદાચરણું જીવન હોઈ તેમાં) સુજ્ઞ માણસે સદા તત્પર રહે છે. એમ કરી એ પિતાને સદા સુખી બનાવે છે અને પિતાને ઉન્નત બનાવતે જાય છે. ઉત્તરોત્તર વિકાસ પામતા જીવનના શુભ પ્રવાહમાં એ મહાન અપૂર્વ અવસર આવે છે કે આત્મ-વિકાસ પરમ ઉન્નત સ્થિતિએ પહોંચી જતાં પુણ્ય-પાપ બનેને ક્ષય થાય છે, જેને પરિણામે મોક્ષની પ્રાપ્તિ થાય છે.
કર્મવાદ આત્મસાધક મુમુક્ષુને પિતાનું બુરું કરનાર માણસ ઉપર ક્ષમાં રાખવામાં પણ કામ આવે છે. “મારે વિરોધી માણસ મારી તરફ જે દુર્વ્યવહાર કરે છે તે મારા કર્મના બળે જ કરે છે, મારું કર્મ જ એને હથિયાર બનાવી એમ કરે છે, માટે એ માણસ ઉપર ક્રોધ કરે છેટે છે. ક્રોધ તે એ માણસને નિમિત્ત બનાવનાર મારા પિતાના કર્મ ઉપર કરવા ઘટે; અને ક્રોધ-કષાય કે બખેડા કરી નવાં દુષ્કર્મ પણ શું કામ બાંધવાં ? આવી ભાવનાને પિષવામાં અને એ દ્વારા ક્ષમાશીલ બનવામાં કર્મવાદને ઉપયોગ જબરદસ્ત મદદગાર છે. કર્મનો સિદ્ધાત સમજનાર નિયતકાલિક
Aho! Shrutgyanam