SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવેશેગાર આ દ્વાવાશકા ગૂજરાતા અથ સાથ વિ. સ. ૧૮૭ મા પ્રકાશિત થયેલી. એ પછી વિ. સં. ૧૯૮૯ માં મારું ચતુર્માસ વડોદરા હતું ત્યારે ત્યાંના સદગૃહસ્થ શ્રીયુત ડાહ્યાભાઈ મગનલાલ પરીખ, બી. એ., એલએલ. બી, હાઈકોર્ટ-બ્રીડર, તેઓએ આ કાવ્યને અંગ્રેજી અનુવાદ તે જ ચતુર્માસમાં કરેલે. પ્રસ્તુત કાવ્યના વિષય વિષે કંઈક દાર્શનિક વિચાર કરો અત્ર પ્રસ્તુત છે. એ વિષે મુખ્ય વસ્તુ જે જણાવવા માગું છું તે એ છે કે ઈશ્વરવાદ અને કર્મવાદ ( ભાગ્યવાદ ) બને ચગ્ય સિદ્ધાન્ત છે, અને પોતપોતાના સ્થાનમાં બહુ ઉપયોગી છે. ઈશ્વરવાદની ઉપયોગિતા અન્ત:કરણની નિર્મલતા સાધવામાં, ચારિત્ર ઘડવામાં અને જીવનવિકાસક પ્રેરણા પ્રાપ્ત કરી અ દર્શના માર્ગે પ્રગતિ કરવામાં બરાબર જણાઈ આવે છે. તેમ ભાગ્યવાદ અથવા કમવારની ઉપયોગિતા સુખ-દુઃખના સમયે સમતા જાળવી રાખવામાં અને સાર્ય તરફ ઉદ્યત થવામાં સ્પષ્ટ અનુભવાય છે. શુદ્ધ ઈશ્વરવાદી નિર્મળ ભક્તિને વિકસાવી પ્રભુ પ્રત્યેના પ્રેમમાં નિમગ્ન બની પિતાના ચારિત્રને સમુન્નત બનાવશે, અને એ રીતે ઇવરવાદ એના જીવનને કલ્યાણ કારક બનશે; તેમ, શુદ્ધ ભાગ્યવાહી સુખના વખતમાં ઘમંડી નહિ થશે અને દુખના સમ ાં દીન-હીન-કાયર નહિ બનશે, પરંતુ એ બધી પરિસ્થિતિઓને કમને ખેલે સમજી મનની સમતા (Balance of mind) જાળવી રાખશે, અને, સત્કર્મ કે પુરુષાર્થ ના બળે દુઃખમાંથી રસ્તે કાઢી શકાય છે અને એ રીતે સમા પર પ્રગતિ કરતાં પોતાના જીવનને અધિકાધિક સુખી બનાવી શકાય છેએ પ્રકારની સુદષ્ટિથી પોતાના જીવનને સમુન્નત બનાવવા પ્રયત્નશાલી થશે. એ બન્ને મહાન સિદ્ધાને નિષ્ક્રિયતા સાથે સંબંધ જ નથી. એ નિષ્ક્રિયતાનો પાઠ નથી પઢાવતા, પણ કર્તવ્યપરાયણ બનવાની શિક્ષા આપે છે. એટલું જ નહિ, પણ સાચા કર્મય બનવા માટે ખરે મસાલ” એ જ પૂરા પાડે છે. જીવનની ગ્લાનિ દૂર કરવામાં, આત્માને ધીરજ બંધાવવામાં, તેમ જ સતોષ તથા શાન્તિ બક્ષવામાં Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy