________________
વિશ્વબધુ મહાવીર
જે સમયની વાત આપણે કરી રહ્યા છીએ તે વખતની ભારતવર્ષની સ્થિતિ બહુ વિચિત્ર હતી. એ વખતે કર્મકાંડીઓ કમકાંડની અજ્ઞાન જાળમાં પ્રજાને ફસાવી રહ્યા હતા, પંડિતે અને ધમાચાર્યો પ્રજાના ભેળપણને ગેરલાભ લઈ તેમને અન્ધશ્રદ્ધાની ખાઈમાં પટકી રહ્યા હતા, ઉચ્ચ કહેવાતાઓ બીજાઓને નીચ સમજી સતાવી રહ્યા હતા, પુરુષો પૌરુષ-મદમાં છકી જઈ સ્ત્રી જાતિના હકક પર છીણી મૂકી રહ્યા હતા, અને જે વખતે ધર્મને નામે યજ્ઞાદિમાં પશુહિંસાનાં પાપ ધમધમી રહ્યાં હતાં, તેવા વખતે ભગવાન મહાવીરને પ્રાદુભૉવ થાય છે. લગભગ અઢી હજાર વર્ષ ઉપરનો એ સમય પાખંડ, અનાચાર, દંભ, સત્તા અને જાતિ-કુલાભિમાન-મોથી એટલે ભરચક હતું કે અશાન્તિનાં વાદળમાં ઘેરાયલી તત્કાલીન પ્રજાનો ઉદ્ધાર કરવા કેઈ મહાત્ શક્તિનું અવતરણ થવું આકાંક્ષિત હતું. સ્વર્ગ-નરકના ઈજારદારો જ્યારે તીડનાં ટોળાંની જેમ ધરતી પર ઊભરાઈ નિકળે છે, અધિકારને રાહુ ત્યારે ખુલ્લી રીતે માનવતા પર આક્રમણ કરે છે, અને પરમ્પરા તથા કુલીનતાના જોરે દીન, ગરીબ અને દુબલેને દબાવી દેવામાં આવે છે ત્યારે એ બધા પાખંડે, વહેમ, દંભ, અનીતિઓ અને મૂઢ પરમ્પરાઓના માંચડાઓને ફગાવી દેવા અને વિશુદ્ધ સત્યને શુભ્ર પ્રકાશ જગમાં પ્રગટાવવા, પ્રજાને મંગલ-નાદ સુણાવવા સમર્થ ક્રાન્તિકાર મહાપુરુષ પ્રકટ થાય છે.
આત્મતિને પૂર્ણ પ્રકાશ મેળવ્યા પછી તે મહાન્ પ્રભુ મગધ દેશની વિશાળ ભૂમિ પર પ્રજાની સામે જ્ઞાનની જાત ધરે છે. એમાંથી મહાન ક્રાન્તિ ઉત્પન્ન થાય છે. એ ક્રાન્તિના સાત્વિક પુણ્ય બળથી ગુડમવાદનાં ઉન્માદી ગાડાં ઊંધા વળે છે, ધમાનાં ઠગારાં પાખંડે સળગી ઊઠે છે, કર્મકાંડની અજ્ઞાનજાળ વિખાઈ જાય છે, ઉચ્ચ-નીચની ભેદભાવનાઓ ઢીલી પડે છે અને સ્ત્રી-પુરુષનું વિકાસ-સાધક અધિકાર સામ્ય સ્થાપિત થાય છે. એ ક્રાન્તિથી હિંસાવાદના રોગચાળા પર જમ્બર ફટકો પડે છે અને અહિંસા-ધર્મને ધર્મધ્વજ ફરકવા માંડે છે.
ભગવાનના ઘર્મ-પ્રવચનનું સારભૂત રહસ્ય રાગ-દ્વેષનું શમન કરવાનું
Amo ! Shrutgyanam