________________
૧૧૫
ફરમાવે છે. અથાત, ધર્મનું તત્વ એક માત્ર આત્મશુદ્ધિના સાધનમાં છે; ચિત્તના દોષોનું પ્રક્ષાલન એનું નામ જ ધર્મ-સાધના. ન દર્શનને એ સ્પષ્ટ મુદ્રાલેખ છે કે –
નાશાબ ન હિતાયા न तर्कवादे न च तत्ववादे । न पक्षसेवाश्रयणेन मुक्तिः
कषायमुक्तिः किल मुक्तिरेव ॥ અર્થી-દિગમ્બર કે શ્વેતામ્બર થઈ જવામાં મુક્તિ નથી, તર્કવાદમાં કે તવવાદમાં મુક્તિ નથી, સંપ્રદાય-પક્ષમાં કે ફિરકાબંદીમાં મુક્તિ નથી, કિન્તુ કષાયેથી-રાગદ્વેષથી-કામ-ક્રોધ મદ-મેહથી મુક્ત થવામાં જ મુક્તિ છે.
મહાવીરના વર્તમાન પ્રવચનમાં જેમ તવ-વિચારણાને સ્થાન છે, તેમ ચારિત્ર સંબધી ઉપદેશને પણ એટલું જ સ્થાન છે. જેને દર્શનને મુખ્ય વિષય નવ તત્ત્વ છેજીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, બન્ધ, નિર્જર અને મેક્ષ. મુખ્ય તો જીવ અને અજીવ. એ બેમાં બધાં તને સમાવેશ થઈ જાય છે.
જીવનું મુખ્ય સ્વરૂપ જ્ઞાન-શક્તિ છે. જેમાં જ્ઞાન-શક્તિ નથી તે અજીવ, સત્કર્મ તે પુણ્ય. અસત્કર્મ તે પાપ, કમ બંધાય એવાં કામ તે આઅવ. કર્મ બંધાતાં અટકે તે સંવર. કમ ( આત્મા સાથે) બંધાવાં તે બન્ધ, બંધાયેલ કર્મને નાશ થવો તે નિજેરા. સમવ્ય કર્મ સમ્બન્ધથી મુક્તિ તે મક્ષ. આ નવ તની ટૂંકી અને સાદી સમજ.
ચારિત્ર, એક ગૃહસ્થાશ્રમને અનુકૂલ અને બીજું સંન્યાસીને અનુકૂલ એમ બે વિભાગમાં જૈનદર્શન બતાવે છે. સંન્યાસી (મુનિ)ને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ મહાવતે છે, ગૃહસ્થાશ્રમીને એ અણુવ્રત છે.
જૈન દર્શનમાં જાતિભેદને સ્થાન નથી. જેનાં ગુણ-કર્મો ઊંચાં તે ઉચ્ચ અને નીચાં તે નીચ. મહાવીરના લક્ષાવધિ વ્રતધારી ધર્મ શ્રાવકની અન્દર કુંભાર જાતના પણ હતો. અત્યજી અને ચાંડાલ પણ મહાવીરનાં ચરણેનું શરણું લઈને મહાવીરના સાગના ઉપાસક બન્યા છે. સત્યના પથે ચાલનાર ભગી ઉચ્ચ છે અને અસત્યના માર્ગે ચાલનાર બ્રાહ્મણ નીચ છે એમ મહાવીરનું ધર્મશાસ્ત્ર પિકારે છે, જે વાતને “ વતુર્વેદ સુર્વણ શુક્રાતિરિતે” (ચાર વેદોને જ્ઞાતા પણ દુરાચરણ હોય તે શૂદ્રથી નપાવટ છે.) વગેરે મહાભારતાદિ-વચને પુષ્ટિ આપે છે.
Ahol Shrugyanam