________________
કરે
દીધા હતા. આ તે એક દિશામાત્ર છે. ધર્મના ઝનૂની નશાએ દુનિયામાં જે કાળે કેર વતાવે છે, જે ભયંકર અત્યાચાર ચલાવ્યા છે તેનું જ્યારે જ્યારે સ્મરણ થઈ આવે છે ત્યારે હદયની વેદના ફરી ફરી જાગરિત થાય છે. આવી ઝનૂની નશાખોર અસર જે કંઈ ધર્મમાં ચેડી-ઘણી ઘુસવા પામે છે, પછી તે “ધર્મ પવિત્ર રહેતા નથી અને જગતને લાભકારક નીવડતો નથી. આવી અલબારીના કારણે લેકેને “ધર્મ” પર તિરસ્કાર છૂટે છે અને આપણે સગી આંખે જોઈ રહ્યા છીએ તેમ, આજે મનુષ્યનાં હદય ધર્મ પરથી ખસતાં જાય છે, ખસી રહ્યાં છે.
ત્યારે, ધર્મ એ વાસ્તવમાં શી વસ્તુ છે? એ પ્રશ્ન સહેજે ઊભે થાય છે અને એના ખુલાસા પર જ ધમની ઉપગિતા પરત્વે સમજવાનું રહે છે.
ધર્મ એ વસ્તુતઃ હદયની અથવા જીવનની વસ્તુ છે. કઈ પણ: માણસને એક ધમમાં( સંપ્રદાયમાં )થી બીજા ધર્મ(સંપ્રદાય )માં ફેરવે એ એક વાત છે, અને એના જ ધર્મમાં એને રહેવા દઈ એને ધર્મનાં શુદ્ધ તને અનુગામી બનાવવો એ બીજી વાત છે. કઈ પણ માણસ પોતાના ધર્મમાં (સંપ્રદાયમાં) રહી બુરાઈ અને પાપને છેડે અને સદાચારના માર્ગે ચાલે તે પિતાનું કલ્યાણું ન સાધી શકે ? સાંપ્રદાયિક મેહને વશ થઇ, બીજાઓને પોતપોતાના સંપ્રદાયના ઝબા પહેરાવવાનું ક્યારે વધી પડે છે ત્યારે પ્રજાના શાતિમય જીવન પર અશાન્તિનાં વાદળ ઘેરાવા માંડે છે. ધ્યાનમાં લેવાની જરૂર છે કે સંપ્રદાયના ઝખ્ખા પહેરાવ્યા વગર દિને શા પુણ્ય પથ પર શું નથી લાવી શકાતે ? દાખલા તરીકે, કઈ પારસી કે મુસલમાન ભાઈ પિતાના મજહબમાં રહી પશુહત્યાદિ બદીઓને છેડે અને અહિંસા, સત્ય, સંયમ, અનુકંપા, પોપકાર અને સેવાભાવના પવિત્ર માર્ગે ચાલે તે તે પિતાનું આત્મકલ્યાણ શું નહિ સાધી શકશે? જરૂર સાધી શકશે. આ સદાચરણ માસ, હિન્દુ હોય તે તેને મુસલમાનો સાચે “મુસલમાન' સમજે અને આ સદાચરણ માણસ, મુસલમાન હોય તે તેને હિન્દુઓ સા “હિન્દ ” સમજે તે દેશમાં ભાઈચારાનું કેવું સરસ વાતાવરણ પથરાય ? અને દેશનું કેટલું ભલું થાય ?
ધમની સાધના છે સાચા માણૂસ-ખરા ઈન્સાન બનવામાં, બધા ઈશ્વરના બાળ છે એમ સમજી બધા સાથે બધુભાવ, મિત્રીભાવ કેળવ. વામાં નહિ કે ધામિક સંકુચિતતાના આવેશને વશ થઈ અરસપરસ
Ahol Shrutgyanam