SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ માનનારાઓમાં છે. એટલું જ નહિ, પણ તેઓ તેમાં મોખરે ઉભા છે. મારે પણ એ જ સિદ્ધાન્ત છે. ખરી રીતે ઈશ્વરનું સૃષ્ટિકતૃત્વ સિદ્ધ થઈ શકે તેમ નથી, અને વાસ્તવિક રીતે ઘટતું પણ નથી. એમ છતાં આ કૃતિની અન્દર, ઈશ્વર તરફની ભાવના કે પ્રાર્થનાના ઉદ્દગારમાં જાણે કે ઈશ્વરકતૃતાને રંગ પૂર્યો હોય તેવું જણાશે. પણ અમ ક્યાં વગર ચાલતું નથી. જાણે જોઈને પણ એમ કરાય છે. ઈશ્વરને ભજવામાં કે વીનવવામાં એમ બનવું સાહજિક છે. ઈશ્વર સ્તવનની એ પ્રણાલી એટલી સરળ, રૂઢ અને સ્વાભાવિક બની ગઈ છે કે જગત આખાનું વહેણ લગભગ તે પ્રકારનું છે. જેઓએ ઈશ્વરકતૃત્વના ખંડનમાં મહટા જુસ્સાદાર તર્કો અને પ્રમાણે રેલાવા તે દિશામાં પોતાની ધાક બેસાડી છે તેવા તરધર ન વિદ્વાને, સાધુપુરુષ અને મહાન આચાર્યોને પણ ઈશ્વર-ભજનમાં ઇશ્વરકતૃત્વની ભાવનાનો આબાદ આશ્રય લેવે પડયા છે. અને એ બાબતનાં ઉદાહરણે ખૂબ જ જાણીતાં છે. ઢગલાબંધ રત્રો અને સ્તુતિઓ એ વાતને સચોટ પુર છે. ઈશ્વરકતૃત્વભાવનાનો સાહજિક વ્યાપકતા જગતમાં પથરાયેલી જૈનાચાર્યોના પરા ધ્યાન બહાર નહોતી જ. અને એટલા માટે જ હરિભદ્રાચાર્યને ( શાસ્ત્રવાર્તાસમુચ્ચયના ત્રીજા સ્તબકના પ્રારંભમાં) લખવું પડયું છે કે" कर्ताऽमिति तद्वाक्ये यतः केषाश्चिदादरः । સતરતયાનુંge તરવા જર્જરવાના છે ૨૨ | " અર્થાત-ઇશ્વર સૃષ્ટિકતા છે” એ વચન તરફ જેમને આદર છે તેમને અનુકૂળ બનીને ઈશ્રવરફ્તત્વની દેશના બતાવવામાં આવી છે. + તે આ પ્રકારે– સ્વરઃ એક તરુaહેવાતા यता मुतिस्ततस्तस्याः कर्ता स्याद् गुण भावतः ॥ ११ ॥ तदभासेवनादेव यत् संसाराऽपि स्वतः । तन तस्यापि तत्वं कल्प्यमान न दुप्यति ॥ १२॥ અથ–પરમાત્મા એ જ ઈશ્વર છે, તેના ઉપદેશ પ્રમાણે ચાલવાથી માણસ મુકિત પ્રાપ્ત કરે છે, માટે એ મુક્તિના પ્રદાતા ઉપચારથી ઈશ્વર કહી શકાય. તે જ પ્રમાણે, તેના ઉપદેશથી વિરુદ્ધ ચાલવાથી ભવચક્રમાં જે ભમવું પડે છે, તે એના ઉપદેશને ન માન્યાનું પરિણામ છે–-ન માન્યાની સજા છે એમ કહેવામાં કશે બાધ નથી. Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy