________________
ભૂમિકા
આમાં મૂકેલી વસ્તુ સરળ અને સાદી છતાં મનુષ્યમાત્રને જીવનહિતને ઉગી ગણાય. પરંતુ એક વાત છે જેઓની ઈશ્વરમાં આસ્થા નથી, તેમને ઈશ્વર તરફના ઝુકાવની બાબત કદાચ પસન્દ ન પડે. પણ મારી નમ્ર દષ્ટિ તે એમ કહે છે કે મનુષ્યમાત્ર અપૂર્ણ, અસહાય અને સુખ-દુઃખની વિચિત્ર પરિસ્થિતિઓમાં વિંટાયેલે છે. એટલે તેને પિતાના ચિત્તના આશ્વાસન માટે, મનના સન્વેષણ માટે, આશા અને ભાવના કેળવવા માટે તેમજ પ્રેરણા મેળવવા માટે કોઈ અકપનીય, અતક પરમ દિવ્ય શક્તિને ચિત્તભૂમિ પર મત આકાર આપી સ્થાપવાની આવશ્યકતા છે. આવશ્યકતા છે એટલું જ નહિ, પણ દરેક માણસનું તે પ્રકારનું વલણ સહેજે હોય છે. વ્યગ્ર અને વ્યાકુલ માણસ કોઈ પરોક્ષ શક્તિને આશ્રય લેવા સહેજે પ્રેરાય છે. કટ્ટર નાસ્તિકની નાસ્તિકતા પણ સંકટના સમયમાં ગળી જાય છે અને તનું દીન માનસ કોઈ પરોક્ષ શક્તિનું શરણુ શોધે છે તેમ જ તેની આગળ દખ-મોક્ષની માગણી કરે છે. તેનું આત્ત હદય પેકારી ઊઠે છે કે દુનિયામાં જે કંઈ પરમતત્ત્વ ( Supernatural) હે તે મને દુઃખમાંથી છોડાવો! આ શું બતાવે છે? સીધી કે આડકતરી રીતે, એક યા બીજી રીતે દરેકના હૃદયમાં ઈશ્વરભાવનાનું વલણ વિદ્યમાન છે. અને મારું એ માનવું છે કે જ્યાં મનુષ્યહૃદય છે ત્યાં તે હેવું જ જોઈએ.
- ઈશ્વરવાદની મોટી ઉપાગિતા મારા નમ્ર મત પ્રમાણે હું એ સમજું છું કે એથી ચિત્તને આશ્વાસન મળે છે, અન્તઃકરણને બળ મળે છે અને ભાવના વિકસાવવાનો માર્ગ સરળ થાય છે. આ કાંઈ ઓછો ફાયદો નથી. મનને ઘમંડ અને અભિમાના આચરણને હઠાવવામાં ઈશ્વરવાદની ભાવના બહુ કામ કરે છે. એથી માણસનું માનસ અને વર્તન નમ્ર અને વિનીત બને છે.
હવે બીજી વાત. જગતને બહુ મોટે ભાગે ઈશ્વરને સૃષ્ટિકર્તા માને છે. પણ નહિ માનનારા પણ જગમાં મેજૂદ છે. જેને નહિ
Aho! Shrutgyanam