________________
૪૭
પછી એમના કઈ શિષ્ય મોક્ષે ગયા અને પછી એમના પ્રશિષ્ય એટલે જંબુસ્વામી મોક્ષે ગયા. આ યુગાન્તકૃતભૂમિકા જંબુસ્વામી સુધી જ ચાલી પછી બંધ પડી ગઈ. અને ભગવાનને કેવળી થયે ચાર વરસ વીત્યા પછી કોઈક મોક્ષે ગયે, એટલે કે ભગવાનને કેવળી થયા પછી ચાર વરસે મુક્તિનો માર્ગ વહેતા થયા અને તે જંબુસ્વામી સુધી વહેતો રહ્યો.
૧૪૬ તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ત્રીસ વરસ સુધી ગૃહવાસમાં રહીને બાર કરતાં વધારે વરસ સુધી છદ્મસ્થ એવા મુનિ પર્યાયને પામીને તે પછી ત્રીસ કરતાં કંઈક ઓછાં વરસ સુધી કેવળી પર્યાયને પામીને એકંદર કુલ બેંતાલીસ વરસ સુધી સાધુપણુ પર્યાય પામીને એ રીતે કુલ બેતેર વરસનું આયુષ્ય પૂરું કરીને અને તેમનાં વેદનીય આયુષ્ય નામ અને કર્મ ક્ષીણ થયાં પછી આ અવસર્પિણી કાળને દુઃષમ સુષમ નામને ચોથે આરે બહુ વીત્યા પછી તથા તે આરાના ત્રણ વરસ અને સાડા આઠ મહિના બાકી રહ્યા પછી મધ્યમાપાપા નગરીમાં હસ્તિપાળ રાજની મોજણી કામદારોને બેસવાની જગ્યામાં એકલા કઈ બીજું સાથે નહિ એ રીતે છ અંકનાં ભેજન અને પાનનો ત્યાગ કરીને એટલે કે છઠ કરીને સ્વાતિ નક્ષત્રને વેગ થતાં વહેલી સવારે એટલે કે ચાર ઘડી રાત બાકી રહેતાં પદ્માસનમાં બેઠેલા ભગવાન કલ્યાણફળવિપાકનાં પંચાવન અધ્યનેને અને પાપફવિપાકનાં બીજાં પંચાવન અધ્યયને અને કોઈએ નહિ પૂછેલા એવા પ્રશ્નોના ખુલાસા આપનારાં છત્રીસ અધ્યયનોને કહેતાં કહેતાં કાળધર્મ પામ્યા-જાતને છોડી ગયા, ઊર્ધ્વગતિએ ગયા અને એમનાં જન્મ જરા અને મરણનાં બંધને કપાઈ ગયાં. તેઓ સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા, તમામ કર્મોનો એમણે નાશ કર્યો. તમામ સંતાપ વગરના થયા અને તેમનાં તમામ દુઃખ હણાં થઈ ગયાં એટલે નાશ પામી ગયાં.
૧૪૭ આજે તમામ દુઃખે જેમનાં નાશ થઈ ગયાં છે, એવા સિદ્ધ, બુદ્ધ યાવત શ્રમષ્ણુ ભગવાન મહાવીરનું નિર્વાણ થયાને નવ વર્ષ વીતી ગયાં, તે ઉપરાન્ત આ હજારમાં વર્ષના એંશીમા વર્ષને વખત ચાલે છે. એટલે ભગ-ડાન મહાવીરને નિર્વાણ પામ્યાને આજે ૮૦ વરસ થયાં બીજી વાચનામાં વળી કેટલાક એમ કહે છે કે નવા વરસ ઉપરાન્ત હારમા વર્ષના તાણુમા વર્ષને કાળ ચાલે છે, એ પાઠ ખાય છે. એટલે એમને મતે મહાવીર નિવાર્ણને નવસો તાણું-૪વર્ષ થયાં કહેવાય.
પુરુષાદાનીય અરહત પાસ ૧૪૮ તે કાલે તે સમયે પુરુષાદાનીય પાર્શ્વ અરહંત પંચ વિશાખાવાળા હતા એટલે એમના જીવનના પાંચ પ્રસંગોમાં વિશાખા નક્ષત્ર આવેલું હતું. તે જેમકે; ૧ પાર્શ્વ અરહંત વિશાખા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા. ૨ વિશાખા નક્ષત્રમાં જનમ પામ્યા. ૩ વિશાખા નક્ષત્રમાં મુંડ થઈને ઘરથી બહાર નીકળી તેમણે અનગારની દશાને સ્વીકારી. ૪ વિશાખા નક્ષત્રમાં તેમને અનંત, ઉત્તમોત્તમ, વ્યાઘાત વગરનું, આવરણુ વગરનું, સકલ,
"Aho Shrut Gyanam"