SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ વીને પોતાના મિત્રો, જ્ઞાતિજને, પિતાનાં સ્વજને અને પિતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારને તથા જ્ઞાતવંશના ક્ષત્રિાને આમંત્રણે આપે છે-પુત્રજન્મસમારંભમાં આવવાનાં નેતરાં મોકલે છે. એમ આમંત્ર આપીને એ બધા આવી ગયા પછી એ સો ન્હાયા, એ બધાએ બલિકર્મ કયાં, ટીલા ટપકાં અને દેષને નિવારનારાં મંગળ પ્રાયશ્ચિત્તો કર્યો, ચકખાં અને ઉત્સવમાં જવા ... મંગળમય વોને ઉત્તમ રીતે પહેર્યો અને ભેજનને સમય થતાં ભજનમંડપમાં તેઓ બધા આવી પહોંચ્યા, ભોજનમંડપમાં આવ્યા પછી તેઓ બધા ઉત્તમ સુખાસનમાં બેઠા અને પછી તે પોતાનાં મિત્રો જ્ઞાતિજને પિતાનાં સ્વજને અને પોતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારે સાથે તથા જ્ઞાતવંશના ક્ષત્રિયે સાથે તે બહોળા ભોજ ૧, પીણું, વિવિધ ખાવાની અને વિવિધ સ્વાદ કરવાની વાનીઓને આસ્વાદ લેતાં, વધારે સ્વાદ લેતાં, જમતાં અને એક બીજાને આપતાં રહે છે અથત ભગવાનનાં માતાપિતા પોતાના પુત્રજન્મનો ઉત્સવ કરતાં આ પ્રકારને ભેજનસમારંભ કરતાં રહે છે. ૧૦૨ જમી ભજન કરી પરવાર્યા પછી ભગવાનનાં માતાપિતા તેઓ બધા સાથે બેકની જગ્યામાં આવે છે, ત્યાં આવીને તેઓ ચોકખા પાણી વડે કેગળા કરીને દાંત અને મુખને ચોકખાં કરે છે, એ પ્રમાણે પરમશુચિ થયેલા માતાપિતા ત્યાં આવેલા પિતાના મિત્ર જ્ઞાતિજને પિતાનાં સ્વજને તથા પિતાની સાથે સંબંધ રાખવાના પરિવારોને અને જ્ઞાતવંશના ક્ષત્રિને બહોળાં ફૂલે વસ્ત્રો, ગંધો–સુગં, કાકા માળાએ અને આભૂષણે આપીને તે બધાને સત્કાર કરે છે, તે બધાંનું સન્માન કરે છે. તે બધાંનાં સત્કાર અને સન્માન કરીને તે જ મિત્રે જ્ઞાતિજને પિતાનાં સ્વજને અને પિતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારની તથા જ્ઞાતવંશના ક્ષત્રિયેની આગળ ભગવાનનાં માતાપિતા આ પ્રમાણે બોલ્યા: ૧૦૩ પહેલાં પણ હે દેવાનુપ્રિય! અમારો આ દીકરે જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે અમને આ આ પ્રકારને વિચાર ચિંતન યાવતું મને ગત પેદા થયો હતો કે જ્યારથી માંડીને અમારે આ દીકરે કૂખમાં ગર્ભપણે આવેલ છે ત્યારથી માંડીને અમે હિરણ્યવડે વધીએ છીએ, સુવર્ણવડે ઘનવડે ચાવત્ સાવટાવડે તથા પ્રીતિ અને સત્કારવડે ઘણા ઘણા વધવા માંડ્યા છીએ અને સામંતરજાઓ અમારે વશ થયેલા છે. તેથી કરીને જયારે અમારો આ દીકરો જનમ લેશે ત્યારે અમે એ દીકરાનું એને અનુસરતું એના ગુણને શોભે એવું ગુણનિષ્પન્ન યથાર્થ નામ “વર્ધમાન એવું પાડશું તો હવે આ કુમાર “વર્ધમાન” નામે થાઓ એટલે આ કુમારનું નામ અમે “વર્ધમાન” એવું પ્રસિદ્ધ કરીએ છીએ. ૧૦૪ શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ ગોત્રના હતા. તેમનાં ત્રણ નામે આ પ્રમાણે કહેવામાં આવે છે તે જેમકે –તેમનું માતાપિતાએ પડેલું પહેલું નામ વર્ધમાન, સ્વાભાવિક સ્મરણ શક્તિને લીધે તેમનું બીજું નામ શ્રમણ એટલે સહજ પૂરણ શક્તિને "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy