SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ અસ્વચ્છ પરમાણુ પુદગલેને દૂર કરે છે, અસ્વચ્છ પરમાણુ યુદ્ગલેને દૂર કરીને સ્વચ્છ પરમાણુ યુગલને ફેંકે છે વેરે છે, તેમ કરીને તે શ્રમણ ભગવંત મહાવીરને લેશ પણ પીડા ન થાય એ રીતે ત્રિશલા ક્ષત્રિયાણીની કૃપમાં ગર્ભપણે ગોઠવે છે અને વળી જે તે ત્રિશલા ક્ષત્રિયાણીને ગર્ભ છે તેને પણ જાલંધર ગોત્રવાળી દેવાનંદા બ્રાહ્મણની ફખમાં ગર્ભપણે ગોઠવે છે, આ રીતે બધું બરાબર ગોઠવીને તે દેવ, જે દિશામાંથી આવ્યું હતું તે જ દિશા તરર પાછા ચાલ્યા ગયા. ૨૮ હવે જે ગતિથી આવ્યો હતો, તે ઉત્તમ પ્રકારની, તૂરાવાળી, ચપળ, વેગને લીધે પ્રચંડ બીજી બધી ગતિઓ કરતાં વિશેષ વેગવાળી, ધમધમાટ કરતી, શીઘ દિવ્ય દેવગતિ વડે પાછે તીર છે અસંખ્ય દ્વીપ અને સમુદ્રની વચ્ચે વચ્ચે થતો અને હજાર હજાર જોજનની મોટી ફાળ ભરત-એ રીતે ઊંચે ઊપડતો તે દેવ જે તરફ સૌધર્મ નામના કપમાં સૌધર્માવત સક નામના વિમાનમાં શક નામના સિંઘાસણમાં દેવેંદ્ર દેવરાજ શક બેલે છે તે જ બાજુ તેની પાસે આવે છે, પાસે આવીને દેવેંદ્ર દેવરાજ શક્રની એ આજ્ઞાને તરત જ પાછી સોંપી દે છે અથૉત્ આપે જે આજ્ઞા કરેલી તેને મેં અમલ કરી દીધા છે એમ જણાવે છે. ૨૯ તે કાલે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા. ૧ મને ફેરવીને બીજે લઈ જવામાં આવશે એમ તેઓ જાણે છે. ૨ પિતે પિતાને ફેરવાતા જાણતા નથી. ૩ પોતે ફેરવાઈ ચૂકયા છે એ પ્રમાણે જાણે છે. ૩૦ તે કાલે તે સમયે જ્યારે વર્ષાઋતુ ચાલતી હતી અને વર્ષાઋતુને જે તે પ્રસિદ્ધ એ ત્રીજે મહિને અને પાંચમે પખવાડો ચાલતું હતું એટલે આ મહિનાના ૧૦ દિવ પક્ષ ચાલતા હતા તથા તે સમયે તે વદિ પક્ષની તેરમી તિથિ એટલે તેરશની તિથિ આવેલી હતી. ભગવાનને સ્વર્ગમાંથી રચવ્યા અને દેવાનંદા માહણીના ગર્ભમાં આવ્યાને એકંદરે ફલ આશી રાત દિવસ વીતી ગયાં હતાં અને તેરશને દિસે વ્યાશીમે રાતદિવસ ચાલતો હતો, તે માશીમા દિવસની બરાબર મધરાતે એટલે આગલી રાતને છે અને પાછલી રાતની શરૂઆત થતી હતી એ સમયે ઉત્તરાફાલ્યુની નક્ષત્રને વેગ આવતાં હિતાનુકમ્પક એવા હરિશેગમેની દેવે શક્રની આજ્ઞાથી માહણૂકુંડગ્રામ નગરમાંથી કેડાલ ગોત્રના રિષભન બ્રાહ્મણની ભારજા જાલંધર નેત્રની દેવાનંદા બ્રાહ્મણની મુખમાંથી ભગવંતને ખસેડીને ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં જ્ઞાતવંશના ક્ષત્રિયોમાંના કાશ્યપગોત્રના સિદ્ધાર્થ ક્ષત્રિયની ભારજા વાસિષ્ઠ ગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં લેશ પણ પીડા ન થાય એ રીતે બરાબર ગોઠવી દીધા. ૩૧ શ્રમણ્ ભગવત મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા. ૧ “હું લઈ જવાઈશ” "Aho Shrut Gyanam'
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy