________________
૧૪
એમ તેઓ જાણે છે, ૨ “હું લઈ જવાહ હુ એમ તેઓ જાતા નથી અને ૩ હું લઈ જવાઈ ચૂ” એમ તેઓ જાણે છે.
૩૨ જે રાત્રે શ્રમણ ભગવત મહાવીરને જાલંધર ગોત્રવાળી દેવાના માહણીની સુખમાંથી ઉપાડીને વાસિક ત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની જંખમાં ગર્ભપ ગોઠવી દીધા તે રાત્રે એ દેવાનંદા માહણી પિતાની પથારીમાં સૂતી જાગતી ઉંઘતી ઉંઘતી પડી હતી અને તે દશામાં એવીએ, પિતાને આવેલાં આ એ પ્રકારનાં ઉદાર કલ્યાણુરૂપ શિવરૂપ ધન્ય મંગલ કરનારાં ભાવાળાં એવાં ચૌદ મહાસ્વમ ત્રિશલા ક્ષત્રિયાણી હરી ગઈ એવું જોયું અને એમ જોઇને તેણે જાગી ગઈ. તે ચૌદ સ્વો આ પ્રમાણે છે. હા, વૃષભ વગેરે ઉપર પ્રમાણેની ગાથામાં કહેલાં છે.
૩૩ હવે જે રાત્રે શ્રમણ ભગવંત મહાવીરને જાલંધર ગેત્રવાળી દેવાના માહણની કૂખમાંથી ઉપાડીને વાસિષ્ઠ નેત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની કૃપમાં ગર્ભપણે ગોઠવવામાં આવ્યા તે રાત્રે તે ત્રિશલા ક્ષત્રિયાણી પોતાના તે તેવા પ્રકારના વાસઘરમાં રહેલી હતી; જે વાસઘર–સૂવાને એરડા-અંદરથી ચિત્રામણવાળું હતું, બહારથી ધૂળેલું, ઘસીને ચકચકિત કરેલું અને સૂવા બનાવેલું હતું તથા એમાં ઊંચે ઉપરના ભાગની છતમાં ભાતભાતનાં ચિત્રો દે રેલાં હતાં, ત્યાં મણિ અને રતનના દીવાને લીધે અંધારું નાસી ગએલું હતું, એ વાસઘરની નીચેની ફરસબંધી તદ્દન સરખી હતી અને તે ઊપર વિવિધ પ્રકારના સાથિયા વગેરે કરીને તેને વધુ સુંદર બનાવવામાં આવેલી હતી, ત્યાં પાંચે રંગનાં સુંદર સુગંધી ફૂલે
ત્યાં ત્યાં વેરીને તે એારડાને સુગંધિત બનાવેલું હતું, કાળા અગર, ઉત્તમ કંદરે, તરકીપ વગેરે વિવિધ પ્રકારના ધૂપો ત્યાં સળગતા રહેતા હોવાથી એ ઓરડા મઘમઘી રહ્યો હતો અને તે ધૂપમાંથી પ્રગટ થતી સુગંધને લીધે તે ઓરડે સુંદર બનેલો હતો, બીજા પક્ષુ સુગંધી પદાર્થો ત્યાં રાખેલા હોવાથી તે, સુગંધ સુગધ થઈ રહ્યો હતો અને જાણે કે કોઈ ગંધની વાટની પેઠે અતિશય મહેકી રહ્યો હતે.
તે ત્રિશલા ક્ષત્રિયાણી તેવા ઉત્તમ સુભિત ઓરડામાં તે તેવા પ્રકારની પથારીમાં પડી હતી. જે પથારી ઉપર સૂનારના આખા શરીરના માપનું ઓશીકું મૂકી રાખેલ હતું, બન્ને બાજુએ-માથા તરફ અને પગ તરફ-પણ ઓશીકાં ગોઠવેલાં હતાં, એ પથારી બન્ને બાજુથી ઉંચી હતી અને વચ્ચે નમેલી તથા ઊડી હતી; વળી, ગગા નદીના કાંઠાની રેતી પગ મૂકતાં જેમ સુંવાળી લાગે એવી એ પથારી સુંવાળી હતી, એ પથારી ઉપર ધોએ એ અળસીના કપડાને ઓછાડ બીછાવેલું હતું, એમાં રજ ન પડે માટે આખી પથારી ઉપ૨ એક મેટું કપડું ઢાંકેલું હતું, 'મચ્છર ન આવે માટે તેની ઉપર રાતા કપડાની મચ્છરદાની બાંધેલી હતી, એવી એ સુંદર, કમાવેલું ચામડું, રૂનાં પુંભડાં, બૂરની વનસ્પતિ, માખણ અને આકડાનું રૂ એ તમામ સુંવાળી સ્તુઓની જેવી સુંવાળી તથા સેજ-પથારી સજવાની કળાના નિયમ પ્રમાણે પથારીની આસપાસ અને ઉપર
"Aho Shrut Gyanam"