________________
કુંડગામ નગરમાં કોઠાલગેત્રના રિષભદત્ત માહણની ભારજા-પત્ની જાલંધરશેત્રની દેવાનંદ
ગવાન મહાવીરને ઉપજેલા જૂએ છે. ભગવાનને જોઈને તે હરખ્યા-રાજી થશે, ત્રુ-તુષ્ટમાન થયે, ચિત્તમાં આનંદ પામે, બહુ રાજી થશે, પરમ આનંદ પામ્યો, મનમાં પ્રીતિવાળે થયે, પરમ સૌમનસ્યને તેણે મેળવ્યું અને હરખને લીધે તેનું હૃદય ધડકતું બની ગયું તથા મેઘની ધારાઓથી છંટાએલ કદંબના સુગંધી ફૂલની પેઠે તેનાં ફેરંવાં ખડાં થઈ ગયાં, તેનાં ઉત્તમ કમલ જેવાં નેત્રો અને મુખ વિકસિત થયાં-ખિલી ગયાં, તેણે પહેરેલાં ઉત્તમ કડાં, બહેરખાં, બાજુબંધ, મુગટ, કુંડલ અને હારથી સુશોભિત છાતી, એ બધું તેને થએલ હરખને લીધે હéહલું થઈ રહ્યું, લાંબુ લટકતું અને વારેવારે હલતું ઝૂમણું તથા બીજાં પણ એવાં જ આભૂષણ તેણે પહેરેલાં હતાં એવું તે શકે ઈન્દ્ર ભગવંતને જોતાં જ આદર વિનય સાથે એકદમ ઝપાટાબંધ પોતાના સિંહાસન ઉપરથી ઊભું થાય છે, તે સિંહાસન ઉપરથી ઊભા થઈ પિતાના પાદપીઠ ઉપર નીચે ઊતરે છે, પાદપીઠ ઉપર નીચે ઊતરી તે, મરક્ત અને ઉત્તમ રિષ્ટ તથા અંજન નામનાં રત્નએ જડેલી અને ચળકતાં મણિરત્નથી સુશોભિત એવી પોતાની મોજડી ત્યાં જ પાપીઠ પાસે ઉતારી નાખે છે, મોજડીઓને ઉતારી નાખી તે પિતાના ખભા ઉપર ખેસને જઈની પેઠે ગોઠવીને એટલે એકવડું ઉત્તરાસંગ કરે છે, એ રીતે એકવડું ઉત્તરાસંગ કરીને તેણે અંજલિ કરવા સાથે પિતાના બે હાથ જોડ્યા અને એ રીતે તે તીર્થકર ભગવંતની બાજુ લય રાખી સાત આઠ પગલાં તેમની સામે જાય છે, સામે જઈને તે ડાબે ઢીંચણ હા કરે છે, ડાબે ઢીંચણ ઉચે કરીને તે જમણા ઢીંચણને ભતળ ઊપર વાળી દે છે, પછી માથાને ત્રણવાર ભેંયતળ પર લગી પછી તે ડે ટટ્ટાર બેસે છે. એ રીતે ટટ્ટાર બેસીને કડાં અને અહેરખાને લીધે ચપોચપ થઈ ગએલી પોતાની બન્ને ભુજાઓને ભેગી કરે છે. એ રીતે પિતાની બન્ને ભુજાઓને ભેગી કરીને તથા દશ નખ એકબીજાને અડે એ રીતે બન્ને હથેળીઓને જોડી માથું નમાવી માથામાં મસ્તકે અંજલિ કરીને તે આ પ્રમાણે છેઃ
૧૬ અરહંત ભગવંતને નમસ્કાર થાઓ, ૧ તીર્થનો પ્રારંભ કરનારા એવા તીર્થકરે, પિતાની જ મેળે બંધ પામનારા સ્વયંસંબુદ્ધોને, ૨ પુરુષામાં ઉત્તમ અને પુરુષોમાં સિસમાન, પુરુષમાં ઉત્તમ કમળસમાન અને પુરુષામાં ઉત્તમ ગંધહસ્તી જેવા, ૩ સર્વલેકમાં ઉત્તમ, સર્વકના નાથ, સર્વલેકનું હિત કરનારા, સર્વેલકમાં દીવા સમાન અને સર્વલોકમાં પ્રકાશ પહોંચાડનાર, ૪ અજ્ઞાનથી અંધ બનેલા લોકોને આંખ સમાન શાસ્ત્રની રચના કરનારા, એવા જ લેકેને માર્ગ બતાવનારા, શરણ આપનાર અને જીવનને આપનારા એટલે કદી મરવું ન પડે એવા જીવન-મૃતિને-દેનારા તથા બેધિબીજને-સમકિતને આપનારા, ૫ ધર્મને દેનારા, ધર્મને ઉપદેશ કરનારા, ધર્મના નાયક, ધર્મરૂપ રથને ચલવનારા સારથી સમાન, અને ચાર છેડાવાળા ધર્મરૂપ જગતના ઉત્તમ ચક્રવર્તી, ૬ અજ્ઞાનથી ડૂબતા લેકને હીપ-બેટ-સમાન, રક્ષણ આપનારા, શરણુ દેનારા, આધા૨ સમાન અને
"Aho Shrut Gyanam"