________________
Tદ્દા
“એકલપંડે આટલુ સર્જન કરનારની શું સ્તુતિ કરીએ ?” એમ કહી બધા અટકી ગયા.
માતા પાહિણી અને પિતા ચાચિંગના કુળમાં આવેલ ચાંગાએ સંવત ૧૧૫૦માં પાંચ વર્ષે દીક્ષા ગ્રહણ કરી સોમચંદ્રમુનિ બન્યા. મુનિ સોમચંદ્રનું જીવન નિર્દોષ અને પવિત્ર હતું. તેમની દષ્ટિ નિર્મળ હતી, કચરામાં પણ સોનાના દર્શન થતા હતા.
એકદા ગુરુ સાથે નિર્ધન બનેલા શ્રેષ્ઠિપુત્રના ઘરે ગોચરી ગયા. ખૂણામાં પડેલ કચરાનો ઢગલો તેમને સોનાનો દેખાયો, તેમને થયું જેને ઘરે સોનાના ઢગલા છે તે આવો નિર્ધન !” ચાલાક શ્રેષ્ઠિપુત્રએ તુરંત બાલમુનિ સોમચંદ્રને કચરાના ઢગલા ઉપર બેસાડ્યા અને તે બ્રહ્મચારીના નૈષ્ઠિક સંયમ પ્રભાવથી કચરાનો ઢગલો સોનાનો બની ગયો. ત્યારપછી મુનિ સોમચંદ્ર, સોમચંદ્રને બદલે ‘હેમચંદ્ર' તરીકે ખ્યાત થયા. પાછળથી આચાર્ય બનેલા મુનિ હેમચંદ્રએ રૈવતાવતાર તીર્થમાં (ખંભાતમાં) સરસ્વતીદેવીની સાધના કરી તેમને પ્રત્યક્ષ કરી હતી તેમની અનહદ કૃપા વરદાન મેળવી તેઓ ધન્ય બન્યા હતા. - વિ.સં. ૧૧૬૬માં ખંભાતનગરે પૂજ્યશ્રીની આચાર્યપદવી થઈ, ત્યારે માતા પાહિણીએ પણ દીક્ષા ગ્રહણ કરી હતી. ઉત્તમ સંયમ પાળી માતા સાધ્વીએ અંત સમયે જ્યારે પાટણમાં અણસણ કર્યું ત્યારે આચાર્યશ્રીએ પણ ત્રણ લાખ શ્લોક સર્જનનું પુન્યભેટવું આપી અપાર માતૃભક્તિ પ્રદર્શિત કરી હતી.
ગુરુકપા અને સરસ્વતીની મહેર, આ બે બળના જોરે તેમણે દિગ્ગજ જેવા ગણાતા દિગંબરાચાર્યને વાદમાં પછડાટ આપી હતી અને શ્વેતામ્બર સંપ્રદાયનો જયજયકાર લાવ્યો હતો.
આચાર્યશ્રી બેજોડ વિદ્વાન તો હતા જ, સાથે અચ્છા જ્યોતિર્વિદ્ભવિષ્યવેત્તા પણ હતા, એક પ્રતિષ્ઠા મહોત્સવમાં આચાર્યશ્રીએ જાહેર કર્યું હતું કે મારું આયુષ્ય હવે માત્ર છ મહિનાનું જ બાકી છે અને મારા સ્વર્ગવાસ બાદ છ મહિના પછી કુમારપાળનું પણ મૃત્યુ થશે” અને અક્ષરશઃ તેમજ થયું હતું.
૧૨૨૯માં પાટણમાં સંઘ સમક્ષ પોતાના આજ્ઞાંકિત અને વફાદાર શિષ્ય આ. રામચંદ્રસૂરિને પોતાની પાટ સોંપી આચાર્યશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા, રાજકવિ સોમેશ્વરદેવના મોઢામાંથી તે સમયે શબ્દો સરી પડયા : “વહુએ વિકાના શિવતિ શ્રી દેમકે લિવ આ. હેમચંદ્રસૂરિ દેવલોક પામ્યાથી વિદ્વતા જાણે આશ્રયવગરની થઈ ગઈ.
Tદ્દા