________________
३५
गुरुकृतोपकाराः। आवश्यकं प्रारम्भिकं ज्ञानं तेभ्यो दत्तम्, ते क्रियादिष्वप्रमत्ताः कृताः । इत्थं गुरुणा मुमुक्षवः संयमपालनसमर्था निष्पादिताः । ततः शोभने मुहूर्ते तेभ्यः पारमेश्वरी प्रव्रज्या प्रदत्ता । ततस्तेभ्यः शास्त्राणि पाठितानि । ते संयमसर्वयोगेषु कुशलाः कृताः । गुरुणा शिष्याणां शारीरिक्याध्यत्मिकी चोभयरूपा चिन्ता कृता । तेषां शरीरमात्मा च साधनासमर्थों निष्पादितौ । तेभ्यः छेदग्रन्थानामभ्यासः कारितः । ततश्च ते गीतार्थाः कृताः । तेषां शिष्या अपि कृताः। धर्मोपदेशः कथं कर्त्तव्य इति तेभ्यः शिक्षितम् । ततो योग्यचारित्रपर्याये सञ्जाते तेभ्यः क्रमेण वर्तमानकाले प्रदीयमानगणि-पंन्यासोपाध्याय-सूरिपदानि दत्तानि । इत्थ गुरुणा शिष्याः सर्वप्रकारेण स्वतुल्या निष्पादिताः । एत उपकारा गुरुणा केवलं स्वशिष्याणामुपरि एव कृताः, न त्वन्येषामुपरि, तत एषामासन्नोपकारत्वम् । एतेऽपि स्थूला एवासन्नोपकारा अत्र प्रतिपादिताः, न तु सूक्ष्माः, ग्रन्थविस्तरभयात् तथाविधक्षयोपशमाभावात् सूक्ष्मोपकाराणां प्रतिशिष्यं नानाविधत्वाच्च । इत्थं गुरुणा शिष्याः भवोदधिं तारिताः । अत्रास्माकमिदमाकूतम् – एकस्य सामान्यस्योपकारस्य कर्तुरप्युपकार वयं न विस्मरामः । एकस्मादप्यपायाद्रक्षितुः प्रत्युपकारकरणस्यावसरं वयं कृतज्ञभावेन
શરૂઆતનું જરૂરી જ્ઞાન તેમને આપ્યું, ક્રિયા વગેરેમાં અપ્રમત્ત બનાવ્યા. આમ ગુરુએ મુમુક્ષુઓને સંયમ પાળવા માટે સમર્થ બનાવ્યા. પછી સારા મુહૂર્ત મુમુક્ષુઓને પારમેશ્વરી પ્રવ્રજયા આપી. પછી તેમને શાસ્ત્રો ભણાવ્યા. તેમને સંયમના બધા યોગોમાં કુશળ બનાવ્યા. ગુરુએ શિષ્યોના શરીરની અને આત્માની બન્નેની ચિંતા કરી. તેમના શરીરને અને આત્માને સાધના કરવા માટે સમર્થ બનાવ્યા. તેમને છેદગ્રન્થોનો અભ્યાસ કરાવ્યો. આમ તેમને ગીતાર્થ બનાવ્યા, તેમના શિષ્યો કર્યા, વ્યાખ્યાન કેમ આપવું તે તેમને શીખવ્યું. પછી ચારિત્રનો યોગ્ય પર્યાય થયે છતે તેમને ક્રમસર વર્તમાનમાં અપાતા ગણી, પંન્યાસ, ઉપધ્યાય અને આચાર્ય પદ આપ્યા. આમ ગુરુએ શિષ્યોને બધી રીતે પોતાની સમાન બનાવ્યા. આ ઉપકારો ગુરુએ માત્ર પોતાના શિષ્યો ઉપર જ કર્યા છે, બીજા ઉપર નહીં. માટે આ બધા નજીકના ઉપકારો છે. આ પણ મોટા મોટા ઉપકારો જ અહીં બતાવ્યા છે, નાના નાના ઉપકારો નહીં. કેમકે એ બતાવવા જઈએ તો ગ્રન્થનો ગૌરવ થાય. વળી તે બધા બતાવી શકાય એવો ક્ષયોપશમ પણ મારામાં નથી અને નાના નાના ઉપકારો તો દરેક શિષ્યને વિષે જુદા જુદા હોય છે. આમ ગુરુએ શિષ્યોને સંસારસમુદ્રથી તાર્યા. અહીં અમારા કહેવાનો ભાવ આવો છે - એક સામાન્ય ઉપકાર કરનારનો પણ ઉપકાર આપણે ભૂલતા નથી. એક આપત્તિમાંથી રક્ષા કરનારાનો બદલો વાળવાના અવસરની આપણે કૃતજ્ઞતાપૂર્વક રાહ જોઈએ છીએ. શારીરિક રોગને દૂર કરી આરોગ્ય