________________
२४
गुरोः सकलभुवनपूज्यत्वम्। भवन्ति, ततो महनीयाः-पूजनीया भवन्ति । एतेनानुमानप्रयोगो दर्शितः—गुरवः पूजनीयाः, ज्ञानादिगुणयुक्तत्वात्, तत्र गुणा व्याप्याः पूज्यत्वं तु व्यापकम्, ततो यत्र यत्र गुणास्तित्वं तत्र तत्र पूज्यत्वमिति व्याप्तिर्घटते। यतो गुरवो ज्ञानादिगुणसम्पन्ना भवन्त्यत एव ते पूज्या भवन्ति । गुरवः कुत्र पूजनीया भवन्ति ? सकलभुवनमध्ये - सकलं-सम्पूर्णं तच्च तद्भुवनं-लोकश्चेति सकलभुवनम्, तस्य मध्यमन्तरिति सकलभुवनमध्यम्, तस्मिन्निति सकलभुवनमध्ये । गुरवः सकलभुवनमध्ये पूजनीया भवन्ति इति कथनेनेदं सूचितं यत् सम्पूर्णविश्ववर्तिजीवैर्गुरवो पूजनीया भवन्ति । देवा अविरताः सन्ति । अतस्तेषां स्वापेक्षया गुणाधिकाः सर्वविरता गुरवः पूज्या भवन्ति । यत उक्तं स्नात्रपूजायां श्रीवीरविजयैः - 'विरतिधरने प्रणाम करीने इन्द्र सभामां बेसेजी ।' अत्र तैः कथितं यत् इन्द्रः सुधर्मसभायां स्वसिंहासन उपवेशनात्पूर्वं तिर्यग्लोकवर्तिनः सर्वविरतान्प्रणमति । तत एवोपविशति । प्रणामोऽपि पूजाया प्रकार एव। यदि इन्द्रोऽपि गुरून्प्रणमति तर्हि शेषत्रिदशानां तु ते सुतरां पूज्या भवन्ति । नारका अप्यविरताः सन्ति, ततस्तेषामपि सर्वविरता गुरवः पूज्या भवन्ति । तिर्यञ्चोऽविरता देशविरता वा सन्ति । ततस्तेषामपि गुरवः पूज्या भवन्ति । मनुष्येषु बहवोऽविरता देशविरताश्च सन्ति । ततस्तेषामपि गुरवः
છે.” ગુરુઓ જ્ઞાન વગેરે ગુણોથી યુક્ત હોવાથી પૂજનીય હોય છે. આનાથી અનુમાનપ્રયોગ બતાવ્યો – ગુરુઓ પૂજનીય છે, જ્ઞાનાદિગુણોથી યુક્ત હોવાથી. તેમાં ગુણો વ્યાપ્ય છે, પૂજ્યત્વ વ્યાપક છે. તેથી જ્યાં જ્યાં ગુણોનું અસ્તિત્વ હોય ત્યાં ત્યાં પૂજ્યત્વ હોય એવી વ્યાપ્તિ ઘટે છે. ગુરુઓ જ્ઞાનાદિ ગુણોથી યુક્ત છે. માટે જ તેઓ પૂજય છે. ગુરુઓ ક્યાં પૂજનીય છે? ગુરુઓ સંપૂર્ણ વિશ્વમાં પૂજનીય છે. આમ કહેવાથી એમ સૂચિત કર્યું છે કે ગુરુઓ સંપૂર્ણ વિશ્વના જીવો વડે પૂજનીય છે. દેવો વિરતિ વિનાના હોય છે. એથી એમની માટે પોતાની અપેક્ષાએ ગુણોમાં અધિક હોવાથી સર્વવિરતિધર ગુરુઓ પૂજય છે. સ્નાત્રપૂજામાં શ્રીવીરવિજયજી મહારાજે કહ્યું છે - “વિરતિધરને પ્રણામ કરીને, ઇન્દ્ર સભામાં બેસેજી.” અહીં તેઓ કહે છે કે ઇન્દ્ર મહારાજા સુધર્માસભામાં પોતાના સિંહાસન ઉપર બેસતા પહેલા વિચ્છલોકમાં રહેલા બધા સર્વવિરતિધરોને વંદન કરે છે. પછી જ બેસે છે. વંદન એ પણ પૂજાનો એક પ્રકાર જ છે. જો ઇન્દ્ર પણ ગુરુઓને વંદન કરતો હોય તો બાકીના દેવા માટે તો ગુરુઓ સુતરાં પૂજાય છે. નારકીઓ પણ વિરતિ વિનાના હોય છે. તેથી તેમના માટે પણ સર્વવિરતિધર ગુરુઓ પૂજય છે. તિર્યંચો અવિરત કે દેશવિરત હોય છે. તેથી તેમના માટે પણ ગુરુઓ પૂજ્ય છે.