________________
२६०
रत्नत्रयवृद्ध्युपायस्तत्सम्पन्नसेवा। उक्तञ्च कर्मविपाकनाम-प्रथमकर्मग्रन्थे श्रीदेवेन्द्रसूरिभिः“१पडिणीअत्तण-निह्नव-उवघाय-पओस-अंतराएणं । अच्चासायणयाए, आवरणदुर्ग जिओ जयइ ॥५४॥'
रत्नत्रयवृद्ध्युपायस्तु तत्सम्पन्नसेवाऽस्ति, यदुक्तं श्रीउत्तराध्ययनसूत्रे प्रमादस्थाननामद्वात्रिंशत्तमेऽध्ययने-२तस्सेस मग्गो गुरुविद्धसेवा, विवज्जणा बालजणस्स दूरा । सज्झायएगंतनिसेवणा य, सुत्तत्थसंचिंतणया धिई य ॥३॥' तदेवं रत्नत्रयवृद्धिरूपो गुरुकुलवासलाभो गुर्वनिवेदकस्य गुरुगोपकस्य च शिष्यस्य द्रव्यतो गुरुकुले वसनेऽपि न भवति । तत एवोक्तं ग्रन्थकृता यद्गुरुकुलवासेन तादृशानां न कोऽपि लाभो भवति । ___ किञ्च ज्ञानकार्यमपि गुरुपारतन्त्र्यमेव । उक्तञ्च महोपाध्यायश्रीयशोविजयैरपि उपदेशरहस्यस्य सप्तमगाथायाः स्वोपज्ञटीकायाम् – 'तच्च ज्ञानमाज्ञया - गुरुपारतन्त्र्यलक्षणया प्रतीयते, तस्या गुर्वादिविषयाऽविपर्यासज्ञानकार्यत्वात् ।' નામના પહેલા કર્મગ્રંથમાં શ્રીદેવેન્દ્રસૂરિ મહારાજે કહ્યું છે - ‘જ્ઞાન-જ્ઞાની-જ્ઞાનના સાધનોના તેમજ દર્શન-દર્શન-દર્શનના સાધનોના દુશ્મનપણાથી, નિદ્ભવ કરવાથી છુપાવવાથી), નાશથી, દ્વેષથી, અંતરાયથી અને અતિઆશાતનાથી જીવ બે આવરણ (જ્ઞાનાવરણ અને हर्शनाव२५) बांधेछ."
રત્નત્રયની વૃદ્ધિનો ઉપાય એ છે કે એ જેનામાં હોય તેમની સેવા કરવી. ઉત્તરાધ્યયનસૂત્રના પ્રમાદસ્થાન નામના ૩૨મા અધ્યયનમાં કહ્યું છે - ‘‘તેનો (જ્ઞાનપ્રાપ્તિનો) આ માર્ગ છે કે ગુરુ અને વૃદ્ધોની સેવા કરવી, બાલજનોને દૂરથી વર્જવા, એકમાત્ર સ્વાધ્યાયમાં રત રહેવું, સૂત્રાર્થનો વિચાર કરવો અને ધીરતા રાખવી.”
આમ ગુરુને કાર્ય નહિ જણાવનારા અને ગુરુથી છુપાવનારા શિષ્યને દ્રવ્યથી ગુરુકુળવાસમાં રહેવા છતાં રત્નત્રયની વૃદ્ધિરૂપ ગુરુકુળવાસનો લાભ થતો નથી. માટે જ ગ્રન્થકારે કહ્યું કે ગુરુકુળવાસથી તેવાઓને કોઈ લાભ થતો નથી.
વળી જ્ઞાનનું કાર્ય પણ ગુરુની પરતંત્રતા જ છે. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે ઉપદેશ રહસ્યની ૭મી ગાથાની સ્વોપજ્ઞ ટીકામાં કહ્યું છે – “ગુરુપરતંત્રરૂપી આજ્ઞાથી જ્ઞાન જણાય છે, કેમકે ગુરુ વગેરે સંબંધી અવિપરીત જ્ઞાનનું આજ્ઞા એ કાર્ય છે.” १. प्रत्यनीकत्व-निह्नव-उपघात-प्रद्वेष-अन्तरायैः ।
अत्याशातनया, आवरणद्विकं जीवः जयति ॥५४॥ २. तस्यैषः मार्गः गुरुवृद्धसेवा, विवर्जना बालजनस्य दूरात् ।
स्वाध्यायैकान्तनिषेवणा च, सूत्रार्थसंचिन्तनता धृतिश्च ॥३॥