________________
२५८
गुरुकुलवासचतुर्भङ्गी । अथ कोऽयं गुरुकुलवास: ? इति चेत्, शृणु, गुरुनिश्रावर्तिसाधुसमुदायो गुरुकुलमुच्यते । तत्र वसनमिति गुरुकुलवासः । अयं गुरुकुलवासशब्दस्य व्युत्पत्त्यर्थो बोद्धव्यः । गुरुकुलवासशब्दस्य रूढ्यऽर्थोऽयं ज्ञेयः-गुर्वाज्ञावर्तित्वम् । इदमेव भावगुरुकुलवासः, पूर्वोक्तस्तु द्रव्यगुरुकुलवासो भवति । अत्र द्रव्यभावगुरुकुलवासाभ्यां चतुर्भङ्गी भवति । सा चैवम् - १) द्रव्यतोऽपि गुरुकुलवासो भावतोऽपि च गुरुकुलवासः, २) द्रव्यतो गुरुकुलवासो भावतस्तु न, ३) द्रव्यतो न गुरुकुलवासो भावतस्तु भवति, ४) द्रव्यतोऽपि न गुरुकुलवासो भावतोऽपि न । द्रव्यतो गुरुनिश्रावत्तिनो भावतश्च गुर्वाज्ञावर्तिनः शिष्यस्य प्रथमो भङ्गो भवति । यः शिष्यो द्रव्यतो गुरुनिश्रायां वर्तते, भावतस्तु गुर्वाज्ञां न पालयति तस्य द्वितीयो भङ्गो भवति । यः शिष्यो गुर्वाज्ञया दूरदेशस्थितो भवेत् तस्य गुरुनिश्रारहितत्वाद्गुर्वाज्ञापालकत्वाच्च तृतीयो भङ्गो भवति । यः शिष्यो न तु गुरुनिश्रायां वर्तते नापि गुर्वाज्ञां पालयति तस्य स्वेच्छया विहरणशीलस्य चतुर्थो भङ्गो भवति ।
अत्र प्रथमतृतीयौ भङ्गावुपादेयौ, तर्तिसाधूनां गुर्वाज्ञापालकत्वात् । द्वितीयचतुर्थों भङ्गौ सर्वथा हेयौ, तद्वतिसाधूनां गुर्वाज्ञाऽपालकत्वात् । अत्र श्लोके द्वितीय
પ્રશ્ન - આ ગુરુકુળવાસ શું છે ?
જવાબ - સાંભળ. ગુરુની નિશ્રામાં રહેલા સાધુઓનો સમુદાય તે ગુરુકુળ. તેમાં રહેવું તે ગુરુકુળવાસ. આ ગુરુકુળવાસનો વ્યુત્પતિ અર્થ જાણવો. ગુરુકુળવાસનો રૂઢી અર્થ આવો સમજવો – ‘ગુરુની આજ્ઞામાં રહેવું.” આ જ ભાવથી ગુરુકુળવાસ છે. પૂર્વે કહ્યો તે તો દ્રવ્યથી ગુરુકુળવાસ છે. અહીં દ્રવ્ય-ભાવ - ગુરુકુળવાસની ચતુર્ભગી થાય છે. તે આ પ્રમાણે - ૧) દ્રવ્યથી પણ ગુરુકુળવાસ હોય અને ભાવથી પણ હોય. ૨) દ્રવ્યથી ગુરુકુળવાસ હોય પણ ભાવથી ન હોય. ૩) દ્રવ્યથી ગુરુકુળવાસ ન હોય પણ ભાવથી હોય. ૪) દ્રવ્યથી પણ ગુરુકુળવાસ ન હોય અને ભાવથી પણ ન હોય. દ્રવ્યથી ગુરુની નિશ્રામાં રહેલા અને ભાવથી ગુરુની આજ્ઞા પાળનારા શિષ્યને પહેલો ભાંગો હોય છે. દ્રવ્યથી જે ગુરુની નિશ્રામાં હોય પણ ભાવથી જે ગુરુની આજ્ઞા ન પાળતો હોય તેને બીજો ભાંગો હોય છે. જે શિષ્ય ગુરુની આજ્ઞાથી દૂર દેશમાં રહેલો હોય તે દ્રવ્યથી ગુરુની નિશ્રામાં ન હોવા છતાં ગુરુની આજ્ઞા પાળતો હોવાથી તેને ત્રીજો ભાંગો હોય છે. જે શિષ્ય ન તો ગુરુની નિશ્રામાં હોય કે ન તો ગુરુની આજ્ઞા પાળતો હોય તે સ્વેચ્છાથી વિચરનારા શિષ્યને ચોથો ભાંગો હોય છે.
અહીં પહેલો અને ત્રીજો ભાંગો ઉપાદેય છે, કેમકે તેમાં રહેલા સાધુઓ ગુર્વાજ્ઞાનું પાલન કરનારા છે. બીજો અને ચોથો ભાંગો સર્વથા ત્યજવો, કેમકે તેમાં રહેલા સાધુઓ