________________
गौतमस्वामिज्ञातम्। समवसरणमागत्य तेन प्रभुः पृष्टः । प्रभुणा कथितम् - 'गौतम ! आनन्दस्य वचनं सत्यमस्ति । त्वया तस्मै मिथ्यादुष्कृतं दातव्यम् ।' प्रभुवचनं श्रुत्वा गौतमस्वामिनो मनसीषदपि खेदो न सञ्जातः। तेनेत्थं न दुष्चिन्तितम् - 'अहं पञ्चाशत्सहस्रकेवलज्ञानिशिष्याणां गुरुः, चतुर्ज्ञानवान्, द्वादशाङ्ग्याः प्रणेता प्रभोश्च प्रथमो गणधरः । आनन्दस्तु सामान्यश्रावकोऽस्ति । तन्मया किमर्थं तस्मै मिथ्यादुष्कृतं दातव्यम् । अतिविनीतस्याऽपि मम पक्षः प्रभुणा न गृहीतः । प्रत्युतैकसामान्यश्रावकाय मिथ्यादुष्कृतदानार्थं मम कथनेन प्रभुणा ममापयशः कृतः । श्रावकादप्यहं हीनतरः प्रदर्शितः। आजीवनं कृतायाः प्रभुसेवाया इदमेव मया फलं प्राप्तम् । ततो कृतं प्रभ्वाज्ञाऽऽराधनया। नाहमानन्दाय मिथ्यादुष्कृतं दास्यामि ।' किन्तु त्वरितं स आनन्दस्य गृहं प्राप्तवान् । तेन प्रभुवचनकथनपूर्वकं तस्मै मिथ्यादुष्कृतं दत्तम् । तद्धृदयस्थप्रभुबहुमानस्य मनागपि हानिर्न जाता । प्रत्युत 'मादृशाय प्रतिष्ठाप्राप्तायापि शिष्याय प्रभुर्विना सङ्कोचमाऽऽज्ञपयितुं शक्नोती'ति विचिन्त्य तद्धृदयस्थप्रभुबहुमानवृद्धिरेव जाता । एवं सर्वैरपि शिष्यैर्वाधिकत्वे सत्यपि गुरोः पुरो गौतमस्वामिवल्लघुबालकसदृशैर्भवितव्यम् । विशिष्टशिष्यसम्पद्रूपगुणेन प्रभोः सकाशादधिकत्वे
કરીશ.” પછી સમવસરણમાં આવી તેમણે પ્રભુને પૂછ્યું. પ્રભુએ કહ્યું – “હે ગૌતમ ! આનંદની વાત સાચી છે. તારે તેને મિચ્છામિદુક્કડ આપવું.” પ્રભુનું વચન સાંભળીને ગૌતમસ્વામીના મનમાં જરાય ખેદ ન થયો. તેમણે આવું દુર્ભાન ન કર્યું કે હું પચાસ હજાર શિષ્યોનો ગુરુ, ચાર જ્ઞાનનો ધણી, દ્વાદશાંગીને રચનારો, પ્રભુનો પ્રથમ ગણધર છું. આનંદ તો સમાજ શ્રાવક છે. તો મારે શા માટે તેને મિચ્છામિ દુક્કડમ્ આપવાનું? અતિશય વિનયવાળા એવા પણ મારો પક્ષ પ્રભુએ ન લીધો. ઉર્દુ, એક સામાન્યશ્રાવકને મિચ્છામિ દુક્કડમ્ આપવાનું મને કહીને મારો અપયશ કર્યો. શ્રાવક કરતા પણ મને નીચો બતાવ્યો. જિંદગીભર કરેલી પ્રભુસેવાનું મને આ જ ફળ મળ્યું. મારે પ્રભુની આજ્ઞાની આરાધના કરવાથી સર્યું. હું આનંદને મિચ્છામિ દુક્કડમ્ આપવા નહીં જાઉં.' પરંતુ તરત જ તેઓ આનંદના ઘરે ગયા. તેમણે પ્રભુનું વચન કહીને તેને મિચ્છામિ દુક્કડમ્ આપ્યું. તેમના હૃદયમાં રહેલું પ્રભુ ઉપરનું બહુમાન જરા ય ઘટ્યું નહીં. ઉલ્યું, ‘પ્રતિષ્ઠા પામેલા મારા જેવા શિષ્યને પણ પ્રભુ સંકોચ વિના આજ્ઞા કરી શકે છે' એમ વિચારી તેમના હૃદયમાં રહેલું પ્રભુ ઉપરનું બહુમાન વધ્યું. આમ બધાય શિષ્યોએ ગુણોમાં
અધિક હોવા છતાં પણ ગુરુની આગળ ગૌતમસ્વામીની જેમ નાના બાળક જેવા થવું. વિશિષ્ટ શિષ્ય પરિવાર હોવા રૂપ ગુણ વડે પ્રભુ કરતા અધિક હોવા છતાં પણ