________________
ગ્રંથનું હાર્દ ૧. “વિષયાનુક્રમ આપવામાં આવેલો છે, એટલે કયો વિષય ક્યાં છે એ શોધી કાઢવું સહેલું થશે.
૨. “નિયમ પરિશિષ્ટ' (રહી ગયેલ નિયમો) અને સૂત્ર પરિશિષ્ટ (રહી ગયેલ સૂત્રો) આપ્યા છે. તે પ્રમાણે સુધારી પૂર્તિ કરી શકાશે.
૩. “ત્રણે ભાગની નિયમાવલિ સૂત્ર સહિત” આપેલી છે. એટલે નિયમને સૂત્ર દ્વારા ટૂંકમાં યાદ રાખી શકાશે.
૪. “પરિશિષ્ટ'માં મધ્યમા અને ઉત્તમાની માર્ગદર્શિકામાં આપેલા “પરિશિષ્ટ નિયમો' સૂત્ર સહિત આપ્યા છે જેથી વિશેષ જ્ઞાન થશે.
૫. “પત્ર પરિશિષ્ટ' વધારાનું મૂકવામાં આવેલું છે તેથી પત્ર નું જ્ઞાન વિશેષ થશે.
૬. “સિદ્ધહેમ સારાંશ સૂત્રાળ' આ વિભાગમાં નિયમો સાથે મૂકેલાં સૂત્રોને એકી સાથે આપ્યાં છે અને તે સૂત્રો કયા ભાગના કયા પાઠના કયા નિયમના છે તે જાણવા, તે ભાગ તે પાઠ અને તે નિયમનો નંબર અનુક્રમે સૂત્ર સાથે જોડવામાં આવેલો છે, આ રીતના અનુબંધથી તે સૂત્રનો અર્થ જોવામાં અનુકૂળતા રહેશે.
અધ્યાય પાદ અને સૂત્રના ક્રમે, એટલે કે અષ્ટાધ્યાયીના ક્રમે સૂત્રો આપેલાં હોવાથી તે અધ્યાયમાં તે પાદમાં કયો વિષય છે, તે જાણી શકાશે અને એ ક્રમે સૂત્રો કંઠસ્થ કરવાથી તે તે વિષયનું જ્ઞાન એકી સાથે કરી શકાશે, તેમજ પૂર્વના સૂત્રોમાંથી આવતી “અનુવૃત્તિના આધારે સૂત્રનો અર્થ કરવો સરળ પડશે અને સિદ્ધહેમનો સારાંશ આવી જશે. વિશેષ જિજ્ઞાસુ સિદ્ધહેમ અઢાર હજારી પહેલેથી વાંચવા શરૂ કરશે અને અનુક્રમે પૂરી વાંચશે એટલે સંપૂર્ણ વ્યાકરણ થઈ જશે.
પંડિત શિવલાલ નેમચંદ શાહ