________________
૨ ૦
ઉપકારસ્મરણ :
મારી સંયમસાધનામાં શ્રુતપાસનામાં સહાયક બનનાર દરેક ઉપકારીવર્ગનું અને ખાસ કરીને આ ગ્રંથના નવીનસંસ્કરણ માટે મને પ્રેરણા કરનાર વર્ધમાનતપોનિધિ પૂજ્યગણિવર્યશ્રીમહારાજનું કૃતજ્ઞતાભાવે સ્મરણ કરીને કૃતાર્થતા વ્યક્ત કરું છું. આ ગ્રંથના આર્થિક સહયોગ માટે પણ પૂજયગણિવર્યશ્રીએ શ્રી નવાડીસા શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈનસંસે શુભપ્રેરણા કરતાં તેઓશ્રીની પ્રેરણાને ઝીલીને આવા ઉત્તમગ્રંથપ્રકાશનકાર્યમાં સંપૂર્ણ લાભ લીધેલ છે તે તેમની શ્રુતપ્રત્યેની પરમોચ્ચ ભક્તિ-બહુમાન સૂચવે છે.
આ નવીનસંસ્કરણના કાર્યમાં આગમાદિપાઠોના શુદ્ધિકરણ માટે યથાશક્ય પ્રયત્નપરિશ્રમ કરેલ છે. આમ છતાં અલગ-અલગ ગ્રંથોના સંસ્કરણમાં ભિન્ન ભિન્ન પાઠો પણ જોવા મળેલ છે, તેથી આગમાદિગ્રંથોના વિશેષજ્ઞો જે જે સ્થાનમાં અશુદ્ધ પાઠ જણાય છે તે સ્થાનમાં પરિમાર્જન કરીને વાંચે એવી વિનંતી કરું છું. મુદ્રણાદિકાર્યમાં અનાભોગથી, દૃષ્ટિદોષથી કે મુદ્રણદોષથી અશુદ્ધિ રહી ગઈ હોય તો તે બદલ મિચ્છા મિ દુક્કડે માંગું છું.
પ્રાંત અંતરની એ જ ભાવના વ્યક્ત કરું છું કે મને પોતાને આ ગ્રંથના નવીનસંસ્કરણના કાર્યમાં પરમાનંદની અનુભૂતિ થઈ છે. આગમગ્રંથોના પાઠો કેવા મહાન ગંભીરાર્થવાળા હોય છે એની આંશિક અનુભૂતિ થઈ છે, તો પછી આગમગ્રંથોરૂપી મહાનરત્નાકરમાં તો કેવા અપૂર્વ અનેક ગૂઢતત્ત્વોરૂપી રત્નો ભરેલા હશે ? ગ્રંથકારશ્રી મહાપુરુષે શ્રુતસાગરમાંથી આગમાદિપાઠોથી ભરપૂર આવાં ઉત્તમ ગ્રંથની રચના કરેલ છે, એનું વાચન, મનન, નિદિધ્યાસન કરીને સૌ કોઈ ભવ્યજીવો અજ્ઞાનરૂપી અંધકારને ઊલેચીને સત્યજ્ઞાનના પ્રકાશને પામીને આત્મસંવેદનજ્ઞાન, પ્રાતિભજ્ઞાન અને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરીને અષ્ટકર્મવિનિર્મુક્ત બનીને શાશ્વત સુખના ભોક્તા બનીએ એ જ શુભકામના....!!
શિવમસ્તુ સર્વનરાતઃ
- સા. ચંદનબાલાશ્રી
એફ-૨, જેઠાભાઈ પાર્ક, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭ પોષ સુદ-૧૪, વિ.સં. ૨૦૬૬, બુધવાર, તા. ૩૦-૧૨-૨૦૦૯.
ratan-t.pm5 2nd proof