________________
શ્રીવિચારરત્નાકરવિષયદિગ્દર્શન :
વિચારરત્નાકગ્રંથમાં આવતાં વિષયોનાં ક્રમશઃ નિરૂપણપૂર્વક તે તે વિષયમાં આપેલ પાઠનિદર્શન અને પૃષ્ઠકમાંક સાથે વિસ્તૃતવિષયાનુક્રમ તૈયાર કરેલ છે તે સંપાદકીય લખાણ પછી આપેલ છે તે જોવાથી આ ગ્રંથમાં જે જે વિષયો અંગે આગમાદિપાઠો સમુદ્ધત કરીને ગ્રંથકારશ્રીએ અપૂર્વ ગ્રંથરચના કરેલ છે તે ખ્યાલ આવશે. પ્રતિમાની પૂજ્યતા, જિનપ્રતિમાસત્તાક્ષરો, દેવપૂજાવિધિવિચાર, પૌષધવિધિ, સાધુ-સાધ્વીજીઓને યોગોદ્રહન, શ્રાવક-શ્રાવિકાઓને ઉપધાનવહનસૂચક પાઠો, કેવલજ્ઞાનીભગવંતો પણ વ્યવહારને માન્ય કરે. કેવલિશરીરથી પણ અવશ્ય થનારી જીવવિરાધનાનો સદુભાવ, વાસવિધિસત્તાસૂચક ઉપસ્થાપનાવિધિ, સાધુઓના આચારવિષયક અનેકવિષયો, દ્વાદશાંગીનું નિત્યપણું કઈ રીતે? મુનિઓને અશુદ્ધદાનાદિસલવિષયક પાઠપ્રાયશ્ચિત્તદાનાધિકાર, સ્થાપનાનું સત્યપણું, રત્નાવલીતપસ્વરૂપ, શ્રાવકોની પ્રતિમાઓનું સ્વરૂપ, જિનધર્મપ્રાપ્તિ-અપ્રાપ્તિના કારણો, ચંદ્રવિમાનસંસ્થાન, નક્ષત્રસંસ્થાન, અસ્વાધ્યાયમાં અને સંધ્યા સમયમાં સ્વાધ્યાયનિષેધ, વીતરાગવચનાનુસારી જે સર્વ સુકૃત હોય તેની અનુમોદના, સાધુ-સાધ્વીજી ભગવંતોને માસકલ્પાદિ અંગે, પંચવિધદાનસ્વરૂપ, ગૃહમંદિરમાં આવતા અક્ષતાદિની વ્યવસ્થા, દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણાદિદ્રવ્યવ્યવસ્થા પ્રકરણસિદ્ધાંતવિવરણ સ્વીકાર અંગે, કર્મભોગફળ, સ્વમતિકલ્પિતમતના સ્થાપનથી અરિહંતાદિની આશાતના, સિદ્ધાંતમાં ૨૧૦૦૦ વર્ષ સુધી વર્લ્ડમાનસ્વામીના તીર્થની અવ્યવચ્છિત્તિ, ચંદ્રમામાં કાલિમાં, સાધર્મિક વાત્સલ્યાદિમાં સદારંભમાં પુણ્ય વધુ અને પાપ ઓછું ઇત્યાદિ અનેકવિષયોના આગમાદિ પાઠો આપીને અનેક વિષયોની શંકાનું નિર્મૂલન કરવામાં આવેલ છે શ્રીવિચારરત્નાકરગ્રંથમહત્તા :
પારમેશ્વર્યપ્રવચનમાં પૂર્વના મહાપુરુષોએ શ્રુતસાગરમાંથી ઉદ્ધત કરીને અનેક આગમગ્રંથો, પૂર્વના પ્રકરણાદિગ્રંથોની રચના કરેલ છે. તેમાંનો એક અતિ અદ્ભુત આ વિચારરત્નાકર ગ્રંથ છે. પૂર્વના મહાપુરુષે તત્ત્વજિજ્ઞાસુ જીવોને સમ્યમ્ બોધ કરાવવા માટે અનેક જિજ્ઞાસાઓને અવતરણિકામાં ગૂંથીને તે તે જિજ્ઞાસાઓના, તે તે પ્રશ્નોના સમાધાન આગમગ્રંથો, પ્રકરણાદિગ્રંથોની સાક્ષીપૂર્વક આ ગ્રંથમાં આપેલ છે. પ્રાકૃત-સંસ્કૃત ભાષાના જાણકાર પ્રત્યેક તત્ત્વજિજ્ઞાસુવર્ગ આ ગ્રંથનું સારી રીતે વાંચન કરીને આત્મસાત કરે તો કોઈ પ્રશ્નો, કોઈ સમસ્યાઓ તેમને મુંઝવે નહિ અને અન્ય પ્રાકૃત-સંસ્કૃત ભાષાના અનભિજ્ઞને આ પ્રશ્નો અને તેના સમાધાનો સરળશૈલીમાં સમજાવવામાં આવે તો વર્તમાનસંઘ જરૂર, તત્ત્વનો વિશેષજ્ઞ બની શકે તેવું છે.
૪. અહીંતોમાત્રદિગ્દર્શનરૂપે કેટલાકવિષયોબતાવ્યા છે. વિસ્તૃતવિષયાનુક્રમ જુઓપૃષ્ઠ.૨૧થી૫૬.
ratan-t.pm5 2nd proof