________________
श्राद्धविधि
प्रकाशकीय
प्रकरणम्
મિત્રો, સ્ત્રીપુત્રાદિ પરિવાર, માતાપિતા તથા બંધુઓ અને નગરજનો આદિ સાથે કેમ વર્તવું ? ભોજન કેમ લેવું ? મલમૂત્રાદિ ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવાં ? સ્વપ્રફુલવર્ણન, સ્વરોદયજ્ઞાન ઇત્યાદિ વિવિધ વ્યાવહારિક વિષયો પણ, પરિણામે ધર્મમાર્ગનાં સહાયક હોવાથી પ્રરુપ્યાં છે. સ્થળે સ્થળે નીતિવચનો અને વ્યવહારવચનોનો ઉલ્લેખ કરી, કથયિતવ્ય બલવત્તર બનાવવાનો મહાન પ્રયત્ન ગ્રંથકારે કર્યો છે. યથાવસર જિનાગમાદિ પંચાંગી, પૂર્વાચાર્યો કૃત પ્રકરણાદિ ગ્રંથો, તથા વેદ, સ્મૃતિ, પુરાણ આદિ અનેકાનેક ગ્રંથોના પ્રમાણો આપી પોતાની બહુશ્રુતતા, વિદ્વત્તા તથા સ્વપરશાસ્ત્રવેદિતાનો પરિચય પણ કરાવ્યો છે. સાથે સાથે તે તે ગ્રંથોનાં મૂલપાઠોને ઉદ્ધત કરી પ્રતિપાદ્ય વિષયોના પ્રામાણ્ય પ્રત્યે શંકાશીલ બનતા વાંચકોને નિઃશંક બનાવી દીધા છે.
આ “શ્રાદ્ધવિધિકૌમુદી' નામક અતિ વિસ્તૃત વૃત્તિની રચના વિ. સં. ૧૫૦૬માં કરવામાં આવી છે. રચનાસ્થળનો નિર્દેશ ગ્રંથકારે કર્યો નથી. મૂલના રચના સમયનો નિર્દેશ પણ મળતો નથી. વૃત્તિની રચના પૂર્ણ કરતાં એકાદ વર્ષનો સમય ગણીએ તો મૂલનો રચનાસમય વિ. સં. ૧૫૦૪ અથવા વિ. સં. ૧૫૦૫ અનુમાની શકાય. એ પણ સંભવિત છે કે – મૂલની રચના ઘણાં વર્ષો અગાઉ થઈ હોય અને વૃત્તિ પાછલથી રચવામાં આવી હોય. વૃત્તિના સંશોધનાદિકમાં શ્રીજિનહંસગણિ આદિએ સહાય કર્યાનું ગ્રંથકારે પોતે જ અંતિમ પ્રશસ્તિમાં ઉલિખિત કર્યું છે. ગ્રંથકારમહર્ષિ શ્રીરનશેખરસૂરિજી :
આ ગ્રંથરત્નના કર્તા તપાગચ્છીય વિદ્વાન આચાર્ય શ્રીરત્નશેખરસૂરિજી મહારાજ છે. તેઓશ્રીએ પોતાના પુનિત જન્મથી કયા નગર કે ગ્રામને પવિત્ર કર્યું હતું ? કયા માતાપિતાના કુલ-વંશને અલંકૃત કર્યા હતા ? તેમના માતાપિતાનું પુણ્યાભિધાન તથા તેમનું સંસારાવસ્થાનું શુભાભિધાન શું હતું ? તે વગેરે કશો જ ઉલ્લેખ ગ્રંથકારે કર્યો નથી. શ્રીધર્મસાગરોપાધ્યાયકૃત સ્વોપજ્ઞવૃત્તિ