________________
પ્રાસ્તાવિક
શ્રાદ્ધવિધિપ્રકરણ” અને તેની “શ્રાદ્ધવિધિકૌમુદી' નામક સ્વોપજ્ઞ વિસ્તૃત વૃત્તિના આ પ્રકાશનને શાસ્ત્રાભ્યાસરસિક વિદ્વાનું વાચકવર્ગના કરકમલમાં સાદર કરતાં અત્યન્ત આનંદ થાય છે. પ્રસ્તુત શ્રી શ્રાદ્ધવિધિપ્રકરણના ગુજરાતી અનુવાદના પ્રકાશન સમયે લખેલી પ્રસ્તાવનામાંથી થોડોક અંશ આ નીચે આપીએ છીએ.
શ્રાદ્ધવિધિપ્રકરણ અને તેની સ્વોપજ્ઞ ટીકા :
શ્રાવકધર્મને અંગે વિધિવાદનું નિરુપણ કરતા ગ્રંથરત્નોમાં શ્રાદ્ધવિધિપ્રકરણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેની રચના પ્રાકૃત ભાષામાં થયેલી છે. તેની સત્તર ગાથાઓ છે. આ સત્તર ગાથાઓમાં પણ ગ્રન્થકારે, પ્રતિપાદ્ય વિષયોને અતિ સંક્ષેપથી છતાં સુસ્પષ્ટપણે સમાવી દીધા છે.
આ પ્રકરણ ઉપર ગ્રંથકારે પોતે જ છ હજાર સાતસો એકસઠ શ્લોક (૬૭૬ ૧) પ્રમાણ ‘શ્રાદ્ધવિધિકૌમુદી' નામક અતિ વિસ્તૃત | વૃત્તિ સંસ્કૃતમાં રચી છે. મૂલપ્રકરણમાં નિર્દિષ્ટ વિષયો અને પ્રસંગનુસાર પ્રાપ્ત થતા અનેકાનેક અન્ય વિષયોને, વૃત્તિમાં વિસ્તૃત રીતિએ વિવેચવામાં આવ્યા છે. ૧ દિનકૃત્ય ૨ રાત્રિકૃત્ય ૩ પર્વકૃત્ય ૪ ચાતુર્માસિકકૃત્ય ૫ વર્ષનૃત્ય અને ૬ જન્મકૃત્ય, એમ છે વિભાગો પાડી શ્રાવકની કરણીય ધર્મક્રિયાઓનો અને તેને લગતાં વિધિવિધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ક્રિયાઓ આદિને | યથાર્થ રીતે સમજાવવા માટે, શંકાઓ ઉપસ્થિત કરી, તે તે શંકાઓના શાસ્ત્રાનુસારી યુક્તિપ્રચુર સમાધાનો નિરુપિત કરી કથયિતવ્યોને દેઢતર બનાવ્યાં છે. ધર્મવિધિઓ બતાવવાનો જ મુખ્ય ઉદ્દેશ હોવા છતાં, પ્રસંગે પ્રસંગે, વ્યાપારાદિ કેમ કરવાં ? સગાંસંબંધીઓ,