________________
वादोपनिषद
वादोपनिषद्
પરિશિષ્ટમ્ - ૧
છળ અને જાતિ આ છળ – પદર્શનસમુચ્ચયની ટીકામાં છળની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે - પરીપચસ્તવાવે સ્વમમતવિકત્વનયાં વચનવિયાતષ્ઠાનમ્ - બીજાએ જે વાદનો ઉપન્યાસ કર્યો હોય, તેમાં પોતાને અભિમત કલાનાથી તેની વાત તોડી પાડવી એને છળ કહેવાય.
છળ ૩ પ્રકારના છે.
(૧) વાકછળ - બીજો કહે કે સૂપ નવો વી; ત્યારે એ કહે કે એક કૂવામાં ૯ સંખ્યાના પાણી કેવી રીતે ? પેલાને તો નવું પાણી એમ કહેવું હતું, પણ આપણે પોતાની કલાનાથી અર્થ ફેરવીને એના વચનનો વિઘાત કર્યો આ વાછળ છે.
(૨) સામાન્ય છળ :- પ્રતિવાદી કહે કેવું લાલ ગુલાબ ! આ સાંભળી કોઈ કહે કે લાલ ગુલાબ સંભવિત છે. ત્યારે લવાદી કહે કે તમારી વાત ખોટી છે. વ્યભિચારી છે. કારણ કે ગુલાબ તો પીળા પણ હોય છે. આમ પ્રતિવાદી જે વાત સામાન્યથી કરતો હતો અને તેણે હેતુ બનાવી - જે ગુલાબ તે લાલ જ હોય - આવો અર્થ કાઢી એની વાત તોડી પાડી. આ સામાન્ય છળ છે.
(૩) ઉપચાર છળ :- પ્રતિવાદી કહે કે આ સ્કુલનો અવાજ આવે છે ત્યારે છળવાદી કહે કે સ્કુલનો નહીં. સ્કુલના છોકરાંઓનો અવાજ આવે છે. આમ તો સ્કુલમાં તેના છોકરાંનો ઉપયાર કરીને પ્રતિવાદીની વાત સાચી હતી, પણ વાદી મુખ્યઅર્થ = સ્કુલનું મકાન જ પકડીને તેના વચનનો વિઘાત કરે છે. આ ઉપચાર છળ છે.
જ જાતિ - તૃષTTમાસા નતિય: - જે વાસ્તવમાં દૂષણ ન હોય, પણ દૂષણ જેવા લાગે. તેને જાતિ કહેવાય.
પ્રતિવાદી સાચો કે ખોટો કોઈ પણ હેતુ કહે એમાં જાતિવાદી તરત જ એનો હેતુ કઈ અપેક્ષાએ ખોટો છે એવો તર્ક મૂકી દે, અને ઉપલી દષ્ટિએ એ વાત ગળે ઉતરી જાય અને પ્રતિવાદીનો સાચો હેતુ પણ ખોટો લાગે.
જાતિના ૨૪ પ્રકાર છે. આપણે અહીં એક પ્રકાર જોઈએ.
(૧) સાધમ્મપત્યવસ્થાન :- પ્રતિવાદી કહે કે શબ્દ અનિત્ય છે. કારણ કે એ કૃત્રિમ છે, ઘડાની જેમ. તો જાતિવાદી કહે કે અનિત્ય ઘડાના સાધર્મ્સ - સાદેશ્યથી ઘડાને કૃત્રિમ સિદ્ધ કરતા હો તો એ બરાબર નથી. કારણ કે આમ સાધર્મ્સમાથી સિદ્ધિ ન થઈ શકે અને જો થતી હોય તો હું પણ સિદ્ધિ કરી દઉં. જુઓ - શબ્દ નિત્ય છે, કારણ કે અમૂર્ત છે. આકાશની જેમ.
આમ એ જાતિવાદી શબ્દ અને આકાશમાં રહેલા અમૂર્તતાના સાદેશ્યથી અહીં શબ્દ નિત્ય થઈ જવાની આપત્તિ આપીને પ્રતિવાદીના હેતુને દૂષિત કરે છે.દૂષણ લગાડે છે, પણ વાસ્તવમાં એ દૂષણ નથી. કારણ કે શબ્દ નિત્ય હોય - એ તો પ્રત્યક્ષાદિ પ્રમાણથી બાધિત છે. એ વસ્તુ “ન્યાયસૂત્ર’ માં સમજાવેલી છે. માટે વિશેષાર્થ જાણવા તથા બાકીની ૨૩ જાતિઓ સમજવા ન્યાયસૂત્ર, ષદર્શનસમુચ્ચય, સ્યાદ્વાદમંજરી વગેરે ગ્રંથોનું અવલોકન કરી શકાય.