________________
वादोपनिषद्
वादोपनिषद्
विनाभावि, नागृहीतविशेषणा विशिष्टबुद्धिरुदेति - इति न्यायात्, इत्थं च परपर्यायज्ञानमपि वस्तुज्ञानायावश्यकमिति सिद्धम् । नैतत् स्वमनीषिकयैवोच्यते,' किं तर्हि ? उपनिबन्धनमप्यस्य पारमर्षम्- जो एगं जाणे सो सव्वं जाणे, जो सव्वं जाणे सो एणं जाणे - इति । એ એનું અધિકરણ કહેવાય. ઘડો પટાભાવનું અધિકરણ છે. આ પણ એ ઘડાનો એક સંબંધી પર્યાય થયો. એવી રીતે ત્રણ લોકની બધી વસ્તુઓના અભાવનું અધિકરણપણું ઘટમાં છે. માટે એવા અધિકરણપણાથી વિશિષ્ટ-યુક્ત ઘટનું જ્ઞાન કરવા માટે એ બધી વસ્તુઓના સમૂહનું સમ્યક જ્ઞાન જોઈએ. સમ્યજ્ઞાન એટલે એ પ્રત્યેક વસ્તુના પણ સર્વપર્યાયોનું જ્ઞાન જોઈએ. તો જ એ પ્રત્યેક વસ્તુ પણ જાણી શકાય.
પ્ર. :- અધિકરણપણું ન જણાય અને વિશિષ્ટ ઘટ જણાઈ જાય, તો પણ ઘટનું પરિપૂર્ણ જ્ઞાન થઈ જાય ને ?
ઉ. :- ના, કારણ કે એ શક્ય જ નથી. * કોઈ માણસ ટોપીવાળો છે’ આ જ્ઞાન ટોપીવિશિષ્ટમાણસનું જ્ઞાન છે. ટોપી વિશેષણ છે. જ્યાં સુધી ટોપીનું જ્ઞાન ન થાય, ત્યાં સુધી ટોપીવિશિષ્ટ માણસનું જ્ઞાન ન જ થઈ શકે. માટે એવો ન્યાય છે કે વિશેષણના જ્ઞાન વિના વિશિષ્ટ બુદ્ધિ ન થઈ શકે. માટે અધિકરણપણું જાણ્યા વિના વિશિષ્ટ ઘટનું જ્ઞાન ન થઈ શકે.
આ રીતે પરપર્યાયોનું જ્ઞાન પણ વસ્તુના જ્ઞાન માટે આવશ્યક છે. એમ સિદ્ધ થયું. આ વાત અમે સ્વમતિથી જ કહીએ છીએ એવું નથી. આગમવચન પણ આ વાસ્તવિકતાનું - હમણાં કહેલી વાતનું બીજ છે. આચારાંગસૂત્રમાં કહ્યું છે જે એક વસ્તુને પરિપૂર્ણ રીતે જાણે છે, એ સર્વ વસ્તુને પરિપૂર્ણપણે જાણે છે. જે સર્વ વસ્તુને १. शैलीयं श्रीमल्लवादिसूरीणाम्।
इह तदेवं स्थिते किं कर्तव्यमित्यत्राह- मां प्रति स्वमधिकृत्य, न चोपदेशः परान् बोधयितुमेव, अपि तु स्वात्मानमपीति विदन् ग्रन्थकृत् स्वमित्यस्य स्थाने मामितिप्रयोगमेव कृतवान् । अहमिति गर्वः - अहं - पदोच्चारमात्रव्यक्तीभवदभिमानः स्वस्थस्य स्वरूपसज्ञानव्यवस्थितस्य पुंस आत्मनो न युक्तः - नोचितः । પરિપૂર્ણપણે જાણે છે, એ એક વસ્તુને પરિપૂર્ણપણે જાણે છે.
આનું તાત્પર્ય તો અમે જણાવી જ ચૂક્યા છીએ. હવે આવી પરિસ્થિતિ છે. છાસ્થ એક વસ્તુ ય પૂરી જાણતો નથી, ત્યારે શું કરવું ? દિવાકરજી કહેવા માંગે છે કે વિશેષ કાંઈ કરી ન શકો તો વાંધો નથી પણ હવે જે કહીએ છીએ, એ ન કરો તો ય ઘણું છે. એ જ વાત કહે છે - આ રીતે જે વ્યક્તિ પોતાનું સ્વરૂપ બરાબર જાણે છે = સ્વસ્થ છે, અથવા તો જેને ગાંડપણ નથી = સ્વસ્થ છે, એવા આત્માને મારા પ્રતિ “હું” આવો હું શબ્દ બોલવા માત્રથી પ્રગટ થતો જે થોડો પણ અહંકાર છે, એ કરવો ઉચિત નથી.
પ્ર. :- તમે સ્વસ્થ હો, એવું લાગતું નથી. દિવાકરજી માટે તો કોઈ પણ વ્યક્તિ ‘તેઓ’ પ્રયોગ જ કરશે. કોઈ ‘હું' કહેવાના નથી. અને એમાં પાછો અહંકારનો અવકાશ જ ક્યાં રહે છે ?
ઉ. :- દિવાકરજીનો આશય છે કે દરેક છદ્મસ્થ વ્યક્તિ પોતાના માટે “હું” એવો અહંકાર ન કરે, પણ તેઓ સમજે છે કે ઉપદેશ બીજા માટે જ નથી. જાતને પણ પ્રતિબોધ કરવા માટે છે. માટે એમણે ‘પોતાના” આવો શબ્દ વાપરવાને બદલે “મારા’ એવો શબ્દ વાપર્યો છે.
પ્ર. :- આ સ્વસ્થનો- અર્થ તમે ‘પોતાનું સ્વરૂપ બરાબર જાણનાર એવો કેમ કર્યો ?