________________
वादोपनिषद्
૮૦
वादोपनिषद्
ल्येनेति चेत् ? अत्राह
विनयमधुरोक्तिनिर्मममसारमपि वाक्यमास्पदं लभते । सारमपि गर्वदृष्टं वचनमपि मुनर्वहति वायुः ।।२३।।
सुगमोऽन्वयः। विनया कायवाङ्मनःसङ्कोचरूपः प्रवीभावः, तथा मधुरा श्रवणमात्रजनिताऽऽहलादातिशया, उक्तिर्वचनम्, ताभ्यां निर्ममम्- निर्गतो ममेति शब्दो यस्मात् तत्, ममेदं मतम्, ममेदमभीष्टम्, ममैवाभिप्राय: समीचीनः, ममोदितमेव कर्तव्यम्, एवमादिममकारपरिहारप्रवणमित्यर्थः। विनयमाधुर्ययोर्ममकारस्य च परस्परपरिहारेण
ઉ.:- આનો જવાબ ગ્રંથકાર જ આપે છે -
વિનય અને મધુરવચનથી નિર્મમ એવું અસાર વાક્ય પણ સ્થાન પામે છે. ગર્વદષ્ટ એવું મુનિનું પણ સાર વચન પણ પવન વહન કરે છે. ર3I.
વિનય એટલે મન-વચન-કાયાના સંકોચરૂપ નમ્રતા અને મધુરવચન એટલે જે સાંભળવા માત્રથી અત્યંત આનંદ આપે. આ બંનેથી જે નિર્મમ હોય, નિર્મમ એટલે જેમાંથી મમ- મારું શબ્દ નીકળી ગયો છે. મારું આ મંતવ્ય છે, આ મારું ઈષ્ટ છે, મારું મંતવ્ય જ સાચું છે, મારું કહ્યું જ થવું જોઈએ આવા મમકારના પરિવારમાં - ત્યાગમાં જે નિપુણ છે તે નિર્મમ વચન. વિનય-મધુરતા અને મમકાર આ બંને એક બીજાના પરિહારપૂર્વક રહે છે. એક આવે ત્યાંથી બીજા રવાના થઈ જાય.
આવું નિર્મમ વાક્ય અસાર હોય, તો પણ બધાને ગમે છે, એટલે એવું વાક્ય વિશિષ્ટ પ્રતિભા, વાછટા, મનોહર સ્વર, આકર્ષક રજૂઆત વગર પણ સભાજનોના હૃદયસિંહાસન પર આરૂઢ થઈ જાય ૨. - રોજિંપ ૨, માથત્યનેનેતિ નપુર, મહી દઉં, ૩પશુષિTI-૨-૨ = || ST.// अनेन रा। व्युत्पत्तिरत्नाकरे।।१४४५।।
स्थितत्वात् । तादृशमसारमपि प्रतिभावाक्छटादिलक्षणसारविकलमपि, किं पुनस्तदुपेतमित्यपिशब्दार्थः। वाक्यं भाषितम्, आस्पदं लभते, पारिषद्यहृदयसिंहासनारूढीभवति, सुखेन परैरङ्गीक्रियते, प्रायः सर्वेषां स्वमानस्यैव प्रियतमत्वात्, तदनुपघात उपचये च सति त एव तत्कार्यसाधका इति कार्मणमेवैतत्, आह च- अणुणयकुसलं परिहासपेसलं लडहवाणिदुल्ललियं । आलवणं पि हु छेयाणं कम्मणं किं च मूलीहिं ? - इति । न च वादादावेव, अपि तु शिष्यचोदनादावप्यस्योपयोगः, तथा च पारमर्षम्- पल्हायंतो व मणं सीसं चोएइ आयरिओ - इति । युक्तं चैतत्, जीवमात्रस्य प्रियप्रियवचनत्वात् । છે. કોઈ ખચકાટ વિના એનો સ્વીકાર કરાય છે. પ્રાયઃ બધાને સૌથી પ્રિય વસ્તુ હોય છે સ્વમાન. એને ઈજા પહોંચાડવામાં ન આવે તથા એની તુષ્ટિ-પુષ્ટિ કરવામાં આવે, પછી કાંઈ કહેવા-કરવાની જરૂર રહેતી નથી. પછી તો તેઓ જ તેનું કામ સિદ્ધ કરી આપે છે. માટે આ એક જાતનું કાશ્મણ જ છે. મૂલશુદ્ધિપ્રકરણમાં કહ્યું છે - બીજાના અભિપ્રાયને અનુસરવામાં કુશળ, રમૂજમાં નિપુણ, સુંદર વાણીથી યુક્ત એવું બુદ્ધિશાળીઓનું વચન પણ એક જાતનું વશીકરણ છે, તો પછી મંત્ર-તંત્ર અને ઔષધિ-વિશિષ્ટ વનસ્પતિની મૂળીઓનું શું કામ છે ?
વાદમાં જ આવી વાણી જોઈએ એવું નથી. શિષ્યને પ્રેરણા આપવા વગેરેમાં ય આવી વાણીનો ઉપયોગ જરૂરી છે. ઉપદેશમાલામાં કહ્યું છે - ગુરુ શિષ્યને એવી રીતે પ્રેરણા આપે કે જાણે પ્રેરણા નહીં પણ મનને અત્યંત આલાદ આપતા હોય. આ પણ ઉચિત જ છે, કારણ કે જીવમાત્રને પ્રિયવચન ગમતું હોય છે.
બીજાની વાત તો જવા દો, સ્વયં ભગવાને પણ આ વાતનો ૨. મુનશુદ્ધા૨૮૩ / ૨. ઉપામતાયામ્ ? ૦૪ll