________________
वादोपनिषद्
૫
૫૮
वादोपनिषद्
वज्रमिव वज्रम्, तद्वत् कठोरतममित्यर्थः, सुहृदां नवनीतकोमलहृदयानामत एवावज्राणां वज्रवत् करणं विधापनं वज्रीकरणम्, तद् वाक्यमस्येति वज्रीकरणवाक्या, क्रिया-तद्वतोरभेदात्। तादृशमसी परुषं ब्रूते, येन मित्रमप्यमित्रता प्रतिपद्यत इत्यभिप्रायः । अत्यन्तघृष्टात् किल चन्दनादपि दहनोत्थान इति।
तथा वादकथां किमद्य पर्षदि जातमित्यादिपृच्छां कोऽप्यस्मै यदि करोति, वादसाक्षी वा तेन सहान्येन वा तस्मिन् शृण्वति वादसत्कवार्तालापं करोति, तदाऽसौ तां श्रोतुं न क्षमते न शक्नोति, स्वीयमदमथनश्रवणस्य दुस्सहत्वात्।
દુનિયામાં સૌથી કઠણ વસ્તુ છે હીરો, જેને સંસ્કૃતમાં વજ કહેવાય. એવું કઠોરતમ એ બોલે કે મિત્રોના માખણ જેવા કોમળઅવજ હૃદયો પણ વજ જેવા થઈ જાય. અવજને વજ જેવા કરવા એને વાજીકરણ કહેવાય. એનું વાક્ય વજકરણની ક્રિયા કરે છે. એક નિયમ છે કે ક્રિયા એના કર્તાથી અભિન્ન છે. એ બંને એક જ છે, એમ અહીં વાક્ય પણ વજકરણ જ છે. આમ એ વાદીનું વાક્ય વજકરણ બની જાય છે. એવું સાંભળીને એના મિત્રો પણ બુ બની જાય છે. ચંદન શીતળતા આપે એ વાત સાચી, પણ જો જોરથી ઘસીએ તો ચંદનથી પણ આગ ફાટી નીકળે.
એ વાદીને કોઈ પૂછે કે આજે પર્ષદામાં શું થયું, અથવા જેણે સાક્ષાત્ એ વાદને જોયો છે એવી વ્યક્તિ એ વાદી સાથે વાદસંબંધી વાત કરે, અથવા તો એ વ્યક્તિ વાદીને સંભળાય એમ બીજા સાથે વાદસંબંધી વાત કરે, તો એ એને સાંભળી ન શકે કારણ કે એ વાતમાં એના ઘોર પરાજય અને અભિમાનની ચટણી થવાની કથા છે અને એ કથા સાંભળવી લગભગ અસહ્ય હોય છે.
____ तथा मानभङ्गोष्णं दर्पदलनसन्तापेन चण्डस्पर्श दीर्घ निश्वसिति हा ! कथमहं सर्वज्ञसङ्काशोऽपि तेन जडेन पराभूत इत्यनुशयगर्भ विलम्बितं श्वासनिसर्ग करोति। पराजयदुःखदवानलतप्तस्वान्तस्पर्शनास्य निःश्वासोऽप्युष्ण इत्याकूतम् ।।१७।।
किमित्यस्य दुस्सहदुःखस्य हेतुः ? न च पराजयमात्रम्, व्यभिचारात्, किन्त्वन्यदेव किञ्चिदिति तत् प्रकाशयन्नाह
दुःखमहङ्कारप्रभवमित्ययं सर्वतन्त्रसिद्धान्तः। अथ च तमेवारूढस्तत्त्वपरीक्षां किल करोति ।।१८।। अन्वयो यथाश्रुतः । दुःखं यत्किञ्चिन्मानसव्यथारूपम्, अहङ्कारात्
આમ અભિમાનની ચટણી થવાના દુ:ખસંતાપથી એ તપીને ગરમ થઈ જાય છે અને પછી એ લાંબો ઉડો નિશ્વાસ નાંખે છે અને શ્વાસ પણ એની ગરમીથી ગરમ ગરમ થઈને નીકળે છે. આ નિશ્વાસ એની વ્યથાનો સંકેત આપે છે કે - હાય... હું સર્વજ્ઞ જેવો થઈને પણ એ મૂર્ખથી કેમ હારી ગયો ? ll૧૭ll
પ્ર.:- તમારી અજબ ગજબની વાતો તો હજી અમારે કોઠે પડતી નથી. આટલા બધા દુસહ દુઃખનું કારણ શું ? ‘પરાજય વળી’ આમ નહીં કહી દેતા. અમે કાંઈ નાના છોકરા નથી કે તમે પટાવી લેશો. પરાજયથી એવું દુઃખ થાય જ એવો કોઈ નિયમ નથી. કારણ કે ઘણાને પરાજય થવા છતાં ય દુઃખ થતું નથી. માટે આ દુઃખનું કારણ તો કાંઈ બીજું જ હોવું જોઈએ.
ઉ.:- સાચી વાત છે, દિવાકરજી પોતે જ અહીં પ્રકાશ પાડે છે -
દુઃખ અહંકારથી ઉત્પન્ન થાય છે એવો સર્વતંત્રનો સિદ્ધાંત છે, આ વાદી તો એના પર જ આરુઢ થઈને તત્ત્વપરીક્ષા કરે છે. ll૧૮ll
કોઈ પણ માનસવ્યથાસ્વરૂપ જે દુઃખ એ અભિમાનમાંથી જન્મ