________________ -સૂeોનષત્ છે. સૂeોપનિષદ્ - अपकारदशायामप्युपकुर्वन्ति साधवः। छिन्दन्तमपि वृक्षः स्वच्छायया किं न रक्षति ? / / (સમારંગનરશત) પોતાના પર અપકાર થતો હોય, તે દશામાં પણ સંતો ઉપકાર કરે છે. જે પોતાને કાપે છે, તેને પણ વૃક્ષ પોતાની છાયા વડે તડકાથી બચાવે છે ને ? ब्रुवते हि फलेन साधवो, न तु कण्ठेन निजोपयोगिताम्। | (નૈષથીયરત ર-૪૮) સંતો પોતાની ઉપયોગિતાને વાણીથી નહીં પણ ફળથી પ્રગટ કરે છે. तत्कर्म यन्न बन्धाय, सा विद्या या विमुक्तये। आयासायापरं कर्म, विद्याऽन्या शिल्पनैपुणम् / / (વિષ્ણુગુપુરા-૧-૧૨-૪૧) જેનાથી કર્મબંધ ન થાય તે સાચું કાર્ય છે. જેનાથી મુક્તિ મળે, તે સાચી વિદ્યા છે. બીજું કાર્ય તો કાયક્લેશ માટે જ થાય છે અને અન્ય વિદ્યા પણ શિભનિપુણતા (સુથારાદિ વ્યવસાયમાં કુશળતા) જ છે. વાસ્તવિક વિધા નથી. ઈતિ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના પાવન સાન્નિધ્યમાં શ્રીસદ્ગુરુઓની પરમ કૃપાથી વીરસંવત્ 2535 માં તપાગચ્છીય આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમ-ભુવનભાનુ-૫દ્મ-જયઘોષ-હેમચન્દ્રસૂરીશ્વરશિષ્ય આચાર્યવિજયકલ્યાણબોધિસૂરિસસુતા તાત્પર્યાનુવાદવિભૂષિતા સૂક્તોપનિષદ્ [50]