________________
.८७
ॐ-सूक्तोपनिषद्
(वसन्ततिलका) लज्जां गुणोघजननी जननीमिव स्वा
मत्यन्तशुद्धहृदयामनुवर्तमानाः । तेजस्विनः सुखमसूनपि सन्त्यजन्ति,
सत्यव्रतव्यसनिनो न पुनः प्रतिज्ञाम् ।। ગુણોના સમૂહને ઉત્પન્ન કરતી એવી, જાણે પોતાની અત્યંત શુદ્ધહદયવાળી માતા હોય તેવી લજ્જાને અનુસરતા સત્યવતના આગ્રહી તેજસ્વી જીવો પ્રાણોને સુખેથી છોડી દે છે, પણ પ્રતિજ્ઞાને नही.
-सूक्तोपनिषद् - व्रीडा चेत् किमु भूषणैः ? सुकविता यद्यस्ति राज्येन किम् ?
જો ક્ષમા છો તો કવચનું શું કામ છે ? જો કોઇ છે તો જીવોને દુશ્મનનું શું કામ છે. જો જ્ઞાતિજનો છે તો અગ્નિનું શું કામ છે. (તેઓ જ સંતાપ આપવા પર્યાપ્ત છે.) જો મિત્ર છે, તો દિવ્ય
ઔષધિનું શું ફળ છે ? જો દુર્જનો છે તો સર્પોનું શું કામ છે ? જો નિરવ વિધા છે, તો ધનનું શું કામ છે ? જો લજ્જા છે, તો આભૂષણોનું શું કામ છે ? અને જો સુકવિતા છે તો રાજ્યનું શું डाम छ ?
(शार्दूलविक्रीडितम्) एते सत्पुरुषाः परार्थघटकाः स्वार्थं परित्यज्य ये, सामान्यास्तु परार्थमुद्यमभृतः स्वार्थाविरोधेन ये । तेऽमी मानवराक्षसाः परहितं स्वार्थाय निघ्नन्ति ये.
ये तु घ्नन्ति निरर्थकं परहितं ते के न जानीमहे ।। જેઓ સ્વાર્થને છોડીને પણ પરાર્થ માટે પ્રયત્ન કરે છે તેઓ સજ્જન છે. જેઓ સ્વાર્થને બાધા ન પહોંચે તેમ પરાર્થમાં ઉદ્યમ કરે છે તેઓ સામાન્ય છે. જેઓ સ્વાર્થ માટે પરાર્થને (બીજાના કાર્યને) તોડે છે તેઓ માનવરાક્ષસ છે. પણ જેઓ નિરર્થક જ પરહિતનો નિઘાત કરે છે, તેઓ કોણ છે તે અમે નથી જાણતા.
(उपजाति) वने रणे शत्रुजलाग्निमध्ये,
महार्णवे पर्वतमस्तके वा । सुप्तं प्रमत्तं विषमस्थितं वा,
रक्षन्ति पुण्यानि पुराकृतानि ।। વન હોય, રણ હોય, શત્રુઓની વચ્ચે હોય, જળમાં હોય કે અગ્નિની જ્વાળાઓ વચ્ચે હોય, મહાસાગરમાં હોય કે પર્વતના શિખરે હોય, સુપ્ત-પ્રમત્ત કે વિષમદશામાં રહેલો હોય, ત્યારે પણ પૂર્વકૃત પુણ્યો રક્ષણ કરે છે.
(शार्दूलविक्रीडितम्) क्षान्तिश्चेत् कवचेन किं ? किमरिभिः क्रोधोऽस्ति चेद् देहिनां, ज्ञातिश्चेदनलेन किं ? यदि सुहृद् दिव्यौषधैः किं फलम् ? किं सपैर्यदि दुर्जनाः ? किमु धनैर्विद्यानवद्या यदि ?
(शिखरिणि) अजानन दाहात्म्यं पततु शलभो दीपदहने,
स मीनोऽप्यज्ञानाद्बडिशयुतमश्नातु पिशितम् । विजानन्तोऽप्येते वयमिह विपज्जालजटिलान्,
न मुञ्चामः कामान् अहह गहनो मोहमहिमा ।।
[47]