________________
सत्त्वोपनिषद्
लोकोत्तरान्तरङ्गस्य, मोहसैन्यस्य तं विना । सम्मुखं नापरैः स्थातुं, शक्यते नात्र कौतुकम् ।।३६।।
वीरभोग्या वसुन्धरेति लोकेऽपि प्रसिद्धम् । निःसत्त्वास्तूभयत्र पराजिताः स्युः, यथोक्तम्- दुःखाद्विरक्ताः प्रागेवेच्छन्ति प्रत्यागतेः पदम् ।
તો પછી આ તો લોકોતર યુદ્ધ છે. અનાદિ કાળથી દુનિયા પર - આપણા આત્મા પર સામ્રાજ્ય જમાવીને બેઠેલું ખૂબ ખૂબ શકિતશાળી મોહરાજાનું સૈન્ય છે. તો પછી તેને તો સત્વ વિના કેવી રીતે જીતી શકાય ? અરે, જીતવાની વાત તો દૂર રહી સત્ત્વ વિના તો તેની સામે ઉભા રહેવું પણ શક્ય નથી.il૩૬ll
લૌકિક જગતમાં ય એક કહેવત પ્રસિદ્ધ છે - વીરભોગ્યા વસુધરા - જે વીર છે એ રાજા થઈને પૃથ્વીને ભોગવે છે. નિઃસત્ત્વ જીવો તો લૌકિક અને લોકોતર બંને જગતમાં પરાજિત થાય છે.
અધ્યાત્મસારમાં નિઃસવ સાધકો માટે કાયર સૈનિકોની ઉપમા આપતાં કહ્યું છે - દુ:ખથી વિરક્ત એવા એ જીવો કર્યસંગ્રામની પૂર્વે જ પીછેહઠની ઈચ્છા કરતાં હોય છે. જેમ કે યુદ્ધમાં અપીર સૈનિકો લપાતા છૂપાતા આસપાસના વન-વગડામાં પ્રવેશી જાય છે.
શત્રુની કલાનામાત્રથી ડરી જાય, તેઓને ગુના સાનિધ્યમાં સત્ત્વનો વિલય થઈ જાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. સાત્વિક વ્યક્તિ તો એકલો હોય તો ય આખી સેનાને પહોંચી વળે.
એક વાર કુમારપાળ રાજાએ યુદ્ધ કર્યું. શત્રુએ તેની આખી સેના ફોડી નાંખી હતી. રણમોરયામાં બધાને પ્રશાંતમૂર્તિ જોઈને કુમારપાળે મહાવતને પ્રશ્ન કર્યો, ઘટસ્ફોટ થયો. કુમારપાળે પૂછ્યું, ‘મારે પક્ષે કોણ છે ?’ જવાબ મળ્યો, ‘આપ, હું ને હાથી.” કુમારપાળ કહે મારા માટે આટલા પણ ઘણા છે.' હાથીને સીધો શત્રુ રાજાના હાથી તરફ લેવડાવ્યો. ધસમસતા હાથીને જોઈને પેલો ગભરાઈ ગયો. હાથીને પાછો ઠેલવા માટે કાન ફાડી નાંખે એવા
૮૮
-सत्त्वोपनिषद् अधीरा इव सङ्ग्रामे, प्रविशन्तो वनादिकम् - इति । रिपुकल्पनामात्रभीतानां तत्सान्निध्ये सत्त्वविलय इति नात्र किञ्चिदपि चित्रम् । सात्त्विकस्त्वेकोऽपि वाहिन्यधिकः, कुमारपालनृपवत् ।।
एवं चानादिरिपुमोहराजविद्रोहे सत्त्वत एव सिद्धिः । अत एव महासत्त्वानां मरणान्तोपसर्गेष्वपि सैंही वृत्तिः। ततः सिद्धिरसंशयम् ।
स्कन्दकाचार्यशिष्य-सुकोशलादिमुनिसिंहानामालम्बनान्यनुस्मरतः कस्य શંખનાદ કરાવ્યાં. તરત જ કુમારપાળે પોતાના ખેસના બે ટુકડા કરીને હાથીના કાનમાં નાખી દીધાં. નજીક જઈને રાજાની અંબાડીમાં કૂદકો લગાવી દીધો અને તેના ગળે તલવારની ધાર ધરીને વિજય મેળવ્યો.
પહ્મર્ષિ કહે છે - સત્વ વિના લૌકિક સિદ્ધિ પણ અસંભવિત છે, તો લોકોત્તર સિદ્ધિની તો ક્યાં વાત રહી ? મહાસત્વ જીવોને તો સત્ત્વના પ્રભાવે જ ઉપસર્ગોમાં પણ સિંહ જેવી વૃત્તિ હોય છે. જેના પ્રતાપે તેઓ નિશ્ચિતરૂપે સિદ્ધિને મેળવી લે છે. યાદ કરો... પેલા સ્કંદકાચાર્યના પ૦૦ શિષ્યો. જેમણે ઘાણીમાં પીલાવાની અસહ્ય અસહ્ય વેદનામાં ધગધગતા સત્વ સાથે ક્ષપક શ્રેણિ પર આરોહણ થયા. પેલા ગજસુકુમાલ... સત્વની પરાકાષ્ઠા બતાવી અને અંગારાથી બળતા માથાની વેદનાને ખુમારીથી સહી લીધી. પેલા મેતારજ મુનિ... કચકચાવીને બાંધેલી ચામડાની વાપરે તડકો ખાધો, સંકોચાતી ગઈ.. વેદના અસહ્ય બની તો સત્વ પણ નિઃસીમ બન્યું. આંખના ડોળા બહાર નીકળી ગયાં. પણ સત્વનો અંશ પણ ઓછો ન થયો. પેલા ખંધક મુનિ... જીવતે જીવતાં આખા શરીરની ચામડી ઉતારવાનો એ ભયાનક ઉપસર્ગ પણ અભુત સત્વથી હસતાં હસતાં સહી લીધો. પેલા ઝાંઝરિયા મુનિ... માથું કપાવાની વેદના ભોગવતાં સત્વનો સાગર હિલોળે ચડ્યો. પેલા વાયાર્ય... સિંહે જીવતા ફાડી ખાધા પણ પૂર્ણ સમાધિ સાથે સત્વને જાળવી રાખ્યું. પેલા કીર્તિઘર