________________
सत्त्वोपनिषद्
च। भवेद्यतः सिद्धान्तोदिता सिंहनिष्क्रान्तिसिंहचर्या । शैथिल्याशुभकर्मबन्धानुबन्धस्तु दुर्निवारा विषचक्रगतिः। तदुपायस्तु यदि परं सत्त्वम् ।
પ્રથમ વિચાર આપેક્ષિક સત્ય છે તો બીજો વિચાર આપેક્ષિક અને સંભાવ્યમાન સત્ય છે. માતાપિતાનું અજોડ બલિદાન, હજારોની મેદની, ઉછળતો વર્ષોલ્લાસ, અવર્ણનીય આનંદ અને અનેરી ઉર્મિઓ સાથે જોહરણ લઈને નાચતાં આપણે... જાણે હજી હમણાંનો જ બનાવ. એને યાદ કરીએ.
ઠાણાંગ સૂરમાં ચાર પ્રકારની સંયમયર્ચા બતાવી છે. (૧) સિંહની જેમ નીકળી સિંહની જેમ પાળે, (૨) સિંહની જેમ નીકળી શિયાળની જેમ પાળે, (3) શિયાળની જેમ નીકળી સિંહની જેમ પાળે, (૪) શિયાળની જેમ નીકળી શિયાળની જેમ પાળે.
લગભગ આપણે બધા જ નીકળ્યા તો સિંહની જેમ. જરા વિચાર કરો. એ સમયે આપણી ઉંમર, સમજ, શક્તિ, જ્ઞાન વગેરે આજ કરતાં પ્રાયઃ કેટલા ઓછા હતાં, પણ છતાં ય આપણે સિંહ હતા. ચાલો, આજે પણ પ્રમાદાદિ દૂર કરીને સિંહ વિહારના સ્વામિ બનીએ.
એક વિષયક સમજી લો - વિષયપરવશતા-પ્રમાદ-શૈથિલ્યઅશુભ કર્મબંધ- અશુભ સંસ્કાર-અશુભ અનુબંધ-અશુભ કર્મોદયઅશુભ બુદ્ધિ-વિષયપરવશતા-પ્રમાદ-શૈથિલ્ય...
ક્વીક સેન્ડ’ વિષે જાણો છો ? ભીતરી પોલાણ વાળી રેતી. માણસ અંદર ખૂયતો જ જાય, છેવટે દટાઈ જાય. બચવાનો માત્ર એક જ રસ્તો છે - સલામત જગ્યા પરથી મળેલ દોરડા જેવી વસ્તુનો આધાર. પેલા વિષયકથી બચવું હોય, તો એક જ આધાર છે સત્ત્વ.
-सत्त्वोपनिषद् हीनसत्त्वानां दृष्टिगोचरं सर्वमालम्वनमिति किमेतदालम्बनं शैथिल्यं वेति विवेक आवश्यकः । 'अप्पेण बहुं इच्छइ' इत्यागमोदिता श्रमणनीतिः । शास्त्रवचनानि न स्वदोषाच्छादनाय, अपि तूग्रचरणाचरणायेति ध्येयम्, अन्यथाऽजाकृपाणीयन्यायापातः । यस्तु शक्तोऽप्युत्सर्गात्पतति स मूढात्मा
સત્ત્વહીન જીવોને માટે બહાનાઓનો કોઈ તોટો નથી. શ્રુતકેવળી ભદ્રબાહુસ્વામિ કહે છે – “જેમને સાધના કરવી નથી એમના માટે આખી દુનિયા બહાનાઓથી ભરેલી છે. એને જે કાંઈ પણ દેખાશે એને બહાનું બનાવી દેશે. માટે આ પુણલંબન છે કે શૈથિલ્ય એનો વિવેક કરવો જરૂરી છે.
અપવાદના વિષયમાં ગુરુ-લાઘવની આલોચના હોવી જોઈએ. એક ન્યાય છે - “સર્વનાશે સમુત્પન્ન કર્થ ત્યજ્ઞતિ guદતા' જ્યારે બધું બચાવવા જતાં કાંઈ પણ બચે એવી શક્યતા ન હોય, ત્યારે જરૂર પડે અડધું છોડીને પણ કામ ચલાવી લેવું. પણ અતિપરિણત જીવો આ વિવેક રાખી શકતા નથી. તેમના માટે કહ્યું છે - “અર્ધનારી સમુત્પન્ને સર્વ ચનતિ તુર્મતિઃ' એ જીવો અડાનો નાશ સંભવિત હોય, એવા સમયે બધું જ છોડી દે છે.
ઉપદેશમાલામાં કહ્યું છે - “નિઃસર્વ જીવો દેશ-કાળાદિના બહાના કાઢીને બધા નિયમો અભરાઈએ ચડાવી દે છે.”
શારાને શૈથિલ્યની ઢાલ નથી બનાવવાની. શામ તો કટ્ટર આચારમર્યાદાના પાલન માટે છે. થોડું ઘણું ભણીને એ અધકચરા જ્ઞાનનો દુરુપયોગ કરવો એ અજાગૃપાણીય જેવું છે. આ એક ન્યાય છે જેનો ભાવાર્થ એ છે કે અજા-બકરી પોતે જ ખોવાઈ ગયેલ કૃપાણ-તલવારને શોધી આપી પોતાના વધમાં સહાયક બને છે. ઉપદેશરહસ્યમાં પૂ.મહોપાધ્યાયજીએ કહ્યું છે કે જે શક્તિમાન હોવા 9. ઉપવૈરારા ૧૩૮TI.