________________
- વૈવિભાષિતાનિ નથી, તે છે પ્રત્યેકબુદ્ધ મહર્ષિઓના જૈનેતર ધર્મોના અનુયાયીપણાને સિદ્ધ કરતાં નામો - જેમ કે પિંગ બ્રાહ્મણ પરિવ્રાજક, ઋષિગિરિ બ્રાહ્મણ પરિવાજક, શ્રીગિરિ બ્રાહ્મણ પરિવાજક, સાતિપુત્ર બુદ્ધ, અંગર્ષિ ભારદ્વાજ, અંબઇ પરિવ્રાજક, આંગિરસ ભારદ્વાજ, યાજ્ઞવક્ય વગેરે નામો સ્પષ્ટરૂપે ઉપરોક્ત સંકેત કરે છે.
અને આ સંકેત એક ગંભીરપણે વિચારણીય વસ્તુ બની જાય છે. આધુનિક તર્કવાદીઓ વિસ્તૃત બોધના અભાવે પ્રસ્તુત પ્રશ્નના મનઘટિત સમાધાનોની કલપના કરે છે. આ પ્રશ્નનું શાર્દષ્ટિએ સમાધાન મેળવવું હોય તો સૌ પ્રથમ સૂત્રકૃતાંગ સૂટની નિમ્ન ગાથાઓનો વિચાર કરવો જરૂરી છે.
आहंसु महापुरिसा पुब्बिं तत्ततवोधणा । उदएण सिद्धिमावन्ना तत्थ मंदो विसीयति ।। अभुंजिया नमी विदेही, रामाउत्ते य भुंजिआ । बाहुए उदगं भोच्चा, तहा नारायणे रिसी ।।
आसिले देविले चेव, दीवायण महारिसी । पारासरे दगं भोच्चा, बीयाणि हरियाणि य ।। एते पुव्वं महापुरिसा, आहिता इह सम्मता । भोच्चा बीओदगं सिद्धा, इति मेयमणुस्सुयं ।। तत्थ मंदा विसीअंति, वाहच्छिन्ना व गद्दभा । पिट्ठतो परिसपंति, पिट्ठसप्पी य संभमे ।।
- સૂત્રતાને (૨-૩-૪/૨-૧) અહીં વૃત્તિકારે આ મુજબ અર્થ કર્યો છે - પરમાર્થને નહીં જાણનારા એવા કેટલાક આ મુજબ કહે છે કે – જેમણે પૂર્વે તપ તપ્યું હતું, એવા પંચાગ્નિતપવિશેષ કરનારા શીતોદક, કંદમૂળ, ફળ વગેરેના ઉપભોગથી સિદ્ધિ પામ્યા હતાં.
ગર્વોપનિષદ્ - આવું વચન સાંભળીને તેને સાચું માનીને અજ્ઞ જીવ સંયમમાં શિથિલ થાય છે. અથવા શીતોદક (કાચા પાણી) નો ઉપભોગ કરવામાં મગ્ન થાય છે. પણ તે બિચારા એવો વિચાર નથી કરતાં કે તેઓને તાપસાદિના વ્રતને પાળતાં કોઈક જાતિસ્મરણ વગેરે જ્ઞાનથી સમ્યગ્દર્શન પ્રગટ થયું હતું. પ્રાવયનિક ભાવસંયમનો તેમણે સ્વીકાર કર્યો હતો અને જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષય કરીને ભારતયકવર્તી વગેરેની જેમ મુક્તિ મેળવી હતી. શીતોદકના પરિભોગથી સિદ્ધિ મેળવી ન હતી. IIII
વળી કેટલાક કુતીર્થિકો અથવા શિથિલાચારી જૈન સાધુઓ મહાત્માઓને છેતરવા માટે એમ કહે છે કે - વૈદેહી નમિ રાજા અશનાદિનું ભોજન કર્યા વિના સિદ્ધિ પામ્યા અને રામપુત્ર રાજર્ષિ આહારાદિને ભોગવતાં જ સિદ્ધિ પામ્યા. તથા બાહુક શીતોદકાદિનો પરિભોગ કરીને અને નારાયણ નામના મહર્ષિ પ્રાસુકજળના પરિભોગથી સિદ્ધ થયાં. ll
વળી આસિલ નામના મહર્ષિ તથા દેવિલ, દ્વૈપાયન અને પારાશર વગેરે શીતોદક-બીજ-હરિતાદિ (લીલોતરી) ના પરિભોગથી જ સિદ્ધ થયા તેમ સંભળાય છે. llll.
આ જ મહર્ષિઓ પૂર્વકાળે પ્રખ્યાત મહાપુરુષો હતાં, રાજર્ષિ હોવાથી પ્રસિદ્ધ થયા હતાં. અને અહીં આહત પ્રવચનમાં પણ ઋષિભાષિત વગેરેમાં સમ્મત છે, આ રીતે કુતીર્થિકો કે સ્વર્ગીય શિથિલાચારીઓએ કહ્યું, કે આ બધા બીજ-કાયું પાણી વગેરેને ભોગવીને સિદ્ધ થયા એ મારા વડે મહાભારત વગેરે પુરાણમાં શ્રવણ કરાયું છે. llwા.
આ રીતે કુશ્રુતિનો ઉપસર્ગ થાય ત્યારે અજ્ઞ જીવો સંયમમાં વિષાદ પામે છે. પણ તે અજ્ઞ જીવો આ જાણતા નથી કે જેમનું સિદ્ધિગમન થયું, તેઓને કોઈ નિમિત્તથી જાતિસ્મરણ વગેરે